• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કિશોરભાઇ લખમણભાઇ વડેચાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 884મું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન કાનાભાઇ કુબાવતના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા: મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી: ગોસ્વામી સંજયપર્વત (બુધાલાલ ઉં.વ.56) તે સ્વ.ભગવાનપર્વત મગનપર્વતના પુત્ર, રેખાબેન વજુગીરી (ગાંધીનગર) તથા ગંગાબેન (કોમલબેન) વિજયગીરીના ભાઈ, વૈભવી તથા સાંનિધ્યપર્વતના પિતાનું તા.17ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.20ના ગુરૂવારે સાંજે 4 થી 6, સતેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, મોરબી ખાતે છે.

રાજકોટ: મુળ કાંગશીયાળી હાલ રાજકોટ રમાબેન ચૌહાણ તે ભાનુભાઈ નરશીભાઈ ચૌહાણના પત્ની અને શશીકાંતભાઈ, હિતેષભાઈ (એચ.જે.દોશી હોસ્પિટલ)ના માતા, સ્વ.બચુભાઈ ગોવિંદભાઈના કાકી, સ્વ.પૂંજાભાઈ દામજીભાઈ મારડીયા (બંગડી બજારવાળા), કાન્તીભાઈ, કિશોરભાઈ, બળવંતભાઈ મારડીયાના મોટા બહેનનું તા.17ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.20ને ગુરૂવારે વાણંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર શેરી નં.2 ખાતે સાંજે 4 થી 6 છે.

રાજકોટ: ચંદુભાઈ ગાંડાલાલ આંબલીયા (ઉં.વ.76) તે બાલકૃષ્ણભાઈના પિતા, ભરતભાઈના મોટાભાઈ, જયદીપભાઈના અદા, ભવ્યના દાદા, વલ્લભભાઈ, જીતુભાઈ બગથરીયાના બનેવીનું અવસાન થયું છે. બેસણું તા.20ને ગુરૂવારે બંને પક્ષોનું સાથે અત્રેશ્વર મહાદેવ મંદિર, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રાજકોટ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક