ધ્રોલ:
સ્વ.નાનાલાલ લીલાધરભાઈ રાયમગીયાના પુત્ર કિશોરભાઈ (ઉં.61) તે સ્વ.ધીરજલાલ લાલજીભાઈ
પોપટના જમાઈ, દર્શન, ધારાબેન હિરેનકુમાર ભોજાણીના પિતા, દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, મિનાક્ષીબેન
જયેન્દ્રકુમાર રાયચુરા, વીણાબેન લીલાધરભાઈ રાજા, ક્રિષ્નાબેન કિશોરકુમાર બુદ્વદેવ,
સરિતાબેન પંકજકુમાર રાચ્છ, જ્યોતિબેન પરેશકુમાર કાનાબારના ભાઈનું અવસાન થયું છે.
ઉપલેટા:
રવજીભાઈ પોપટભાઈ ગજ્જર માંડવિયા (ઉં.9ર)નું તા.1ના અવસાન થયું છે.
ભાટિયા:
પિંડારા નિવાસી સરોજબેન ગિરધારીલાલ શર્મા પિંડારા બેઠકજીના મુખયાણીજી તે મુખિયાજી શ્રવણભાઈ,
વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, નીરજભાઈ, પંકજભાઈ તથા નિલીમાબેનનાં માતાનું તા.4ના અવસાન થયું
છે.
વાંકાનેર:
રંજનબેન શેઠ (ઉં.9પ) તે સ્વ.ડૉ. મનુભાઈ શેઠનાં પત્ની, ડૉ.અમીનેશભાઈ શેઠ, હરીશભાઈ શેઠ
(એડવોકેટ), જયશ્રીબેન પારેખ, પારૂલબેન શેઠનાં માતા, શ્રેયાંસભાઈ શેઠ (બૅરિસ્ટર)નાં
દાદીનું તા.4ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોંડલ:
મૂળ કોલકી મોવિયા, હાલ જૂનાગઢ ડો.મનસુખભાઈ જટાશંકર પંડયા (ઉં.84) તે ડો.જયદેવ મનસુખભાઈ
પંડયા (પ્રોફેસર, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જૂનાગઢ), મનીષાબેન હરેશભાઈ વ્યાસ (ભરૂચ),
જુલીબેન સમીપભાઈ ઉપાધ્યાય (અમેરીકા), રક્ષાબેન જીજ્ઞેશભાઈ પંડયા (જામનગર)નાં પિતા,
નેહલબેન જયદેવભાઈ પંડયાના સસરાનું તા.4 ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે ચારથી
છ કંકાવટી વાડી, રેલવે ફાટકની સામે, ખોડિયાર મંદિર પાસે, ખામધ્રોળ રોડ, જૂનાગઢ છે અને
તા.10ના સાંજે ચારથી છ કડવા પાટીદાર સમાજ, મોવિયા (ગોંડલ) છે.
બાબરા:
ઠા.પ્રવીણભાઈ વલ્લભભાઈ ચંદારાણા (ઉં.74) તે જગુભાઈ રોકડિયાના નાનાભાઈનું તા.4ના અવસાન
થયું છે. બેસણું તા.7નાં સાંજે 4થી 6 લોહાણા મહાજનવાડી, બાબરા છે.
રાજકોટ:
ગંધા દામજીભાઈ ઓધવજીભાઈ (ઉં.90) મૂળ શેઠવડાળા, હાલ રાજકોટ તે કિશોરભાઈ, પરેશભાઈના પિતાનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7/9ના સાવરીયા શેઠમંદિર, શક્તિધામ સતસંગ હોલ, વિશ્વેશ્વર
મંદીર પાછળ, રાખેલ છે.
મોરબી:
રજનીકાંત રતિલાલ કાથરાણી તે સ્વ. રતિલાલ ગણેશભાઇના પુત્ર (નાગડાવાસ) તે સ્વ. ઓધવજીભાઇ,
સ્વ. નવનીતભાઇના ભાઇ, ઇલાબેનના પતિ, ચાંદનીબેન અને સંદીપભાઇના પિતા, નીતિનકુમાર ગણેશભાઇના
સસરા, સ્વ. મનસુખલાલ મોહનભાઇ રવેશિયાના જમાઇનું તા.4 ના અવસાન થયું છે. બેસણું તા.7નાં સાંજે 4-30 થી 5-30 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત
પ્લોટ, મોરબી, સસુર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
બીલખા નિવાસી હાલ રાજકોટ મધુબેન માણેક તે ચંદ્રકાંતભાઇ નારણદાસ માણેકના પત્ની, ગૌરવભાઇ,
નિમિષાબેન પ્રગ્નેશભાઇ ઠક્કર તથા નિધિબેન પિયુષભાઇ તન્નાના માતા, વલ્લભદાસ ગોરધનદાસ
રાજાના પુત્રી, હરસુખભાઇના બહેન, કિશોરભાઇ, પ્રવિણભાઇ અને રાજુભાઇના ભાભીનું તા.5ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4 થી 6 સિતારા હાઇટઝ
પાર્કિગ એરિયા, સીનર્જી હોસ્પિટલ પાછળ, અયોધ્યા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ
છે.
મહુવા:
ઘોઘારી વિશાશ્રીમાળી સ્વ. ભોગીલાલ માધવજી પુરતીયાના પુત્ર દિલીપભાઇ (ઘડીયાળી)નું તા.4
ના અવસાન થયું છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજકોટ:
મોઢ વણિક મોરબી નિવાસી હાલ રાજકોટ શ્રીમતી જયાબેન મણીઆર (ઉ.87) તે દિનેશચંદ્ર મોહનલાલ
મણીઆરનાં પત્ની તે દિપકભાઇ, રીતુબેન (જાગૃતિ) ધીમંત શાહ, કલ્પનાબેન રાજેશ શાહના માતા, હર્ષદભાઇ, નરેન્દ્રભાઇના ભાભી, મોરબી નિવાસી
જટુભાઇ ત્રિભોવનદાસ શેઠના પુત્રી, મહાસુખભાઇ, ધર્મેન્દ્રભાઇ (ધંપી), મહેશભાઇનાં બહેનનું
તા.4ના અવસાન થયું છે. બેસણું: તા.7નાં સાંજે
4 થી 6 શ્રી મોઢ વણિક વિદ્યાર્થી ભવન-5, રજપૂતપરા રાજકોટ છે.
રાજકોટ:
રાજકોટ નિવાસી ઔદિત્ય ગઢીયા બ્રાહ્મણ ભાવનાબેન મહેશભાઈ શુકલ (ઉ.વ.60) તે મહેશભાઈ પ્રતાપરાય
શુકલના પત્ની તથા મનહરલાલ પ્રભુરામ જાનીના પુત્રી તથા મુકેશભાઈ, દિલીપભાઈ, કલ્પેશભાઈના
બહેન તથા ભાવિન, ચાંદનીબહેન, ખુશ્બુબહેન, હેમલીબહેનના માતાનું તા.4 ના શુક્રવારે અવસાન
થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણુ તા.7 ને સોમવારે સાંજે 4 થી 6 ભગવતી હોલ, રેલનગર
મેઈન રોડ, બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ ખાતે છે.