• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

રાજકોટના લોકમેળામાં પાંચ દિવસમાં 13 લાખથી વધુ લોકો મોજમસ્તીમાં મહાલ્યા

ક્ષ          રાઈડ્સની સલામતીથી એઆઈ-ડ્રોન ક્રાઉડ મેનેજમેન્ટ સુધી અનેક વિશેષતા

ક્ષ          જન્માષ્ટમીએ 4.22 લાખની વિક્રમી ભીડ, અંતિમ દિવસે પણ માનવ મહેરામણ

રાજકોટ,તા.6 : શહેરના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર સુધી યોજાયેલા ‘િવરાસતથી વિકાસ’ લોકમેળાએ પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના લોકની મોજને નવી ઊંચાઈ આપી છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ લોકમેળામાં પાંચ દિવસમાં 13 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. પ્રથમ ચાર દિવસમાં જ 9 લાખથી વધુ લોકો ઉમટયા હતા અને અંતિમ રવિવારે પણ લાખોની ભીડ નોંધાઈ હતી. જન્માષ્ટમીના દિવસે 4.22 લાખ મુલાકાતીઓ સાથે સૌથી મોટો દૈનિક આંકડો નોંધાયો હતો, જ્યારે ચોથા દિવસે 3 લાખથી વધુ લોકોએ (જુઓ પાનું 10)

મેળાની મુલાકાત લીધી હતી.

પ્રથમ દિવસથી જ મેળામાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે યાંત્રિક રાઈડ્સને મંજૂરીમાં વિલંબ થતાં શરૂઆતમાં રાઈડ્સનું આકર્ષણ ફિક્કું પડયું હતુ. 34 રાઈડ્સમાંથી શરૂઆતમાં માત્ર બેને મંજૂરી આપવા સાથે તંત્રએ સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતુ. બીજા દિવસે સાંજે ચકાસણી પૂર્ણ થતાં રાઈડ્સ શરૂ થઈ અને ચકડોળ, ફજતફાળકા સહિતની રાઈડ્સ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મેળામાં ખાણીપીણી, રમકડાં, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને વિવિધ સ્ટોલે પણ ભારે ભીડ રહી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય નૌસેનાના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા હતા, જ્યારે પાંચ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોએ મનોરંજનમાં રંગ પૂર્યો હતો. સૌથી નોંધપાત્ર બાબત આ વર્ષે ટેકનોલોજી આધારિત વ્યવસ્થા રહી હતી. લાખોની ભીડ પર નજર રાખવા એઆઈ આધારિત ક્રાઉડ મેનેજમેન્ટ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ થયો હતો. 4 સપ્ટેમ્બરે એક સમયે 1.23 લાખ લોકો મેદાનમાં હાજર હોવા છતાં ભીડને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઇમરજન્સી માટે અલગ કોરિડોર પણ તૈયાર કરાયો હતો. મોજ સાથે સુરક્ષાનો સંદેશ આપતો આ લોકમેળો પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026