બાબરા:
સુન્ની મુસ્લિમ સિપાઈ મહેબૂબભાઈ દિલાવરભાઈ ગોરી (ઉ.45) તે મ.અયુબભાઈ, અલ્તાફભાઈ, મૌસીનભાઈ,
જાવીદભાઈ (રાજુભાઈ ગોરી)ના ભાઈનું તા.6ના અવસાન થયું છે. જિયારત તા.8ના સવારે 10 કલાકે
પુરૂષો માટે જુમ્મા મસ્જિદ અને બહેનો માટે ઈંગારશાપીરની દરગાહ બાબરા છે.
રાજકોટ:
સ્વ.કેશવજીભાઈ માવજીભાઈ કારીયાના પુત્ર ઝવેરચંદ (રસિકભાઈ) (ઉં.85) તે સ્વ.ધનજીભાઈ,
સ્વ.હરજીવનભાઈ, જેન્તીભાઈ, ચંદ્રકાંતભાઈ તથા રવિભાઈ તથા પરેશભાઈ તેમજ મીરાબેન પ્રવિણભાઈ
જીવરાજાની, નીતાબેન પરાગભાઈ રાજદેવ, સોનલબેન કિરીટભાઈ બગડાઈના પિતા તથા મીહિર, ડો.બંસી,
મયંક, જેનીસના દાદાનું અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 5 થી 6, પટેલ વાડી, ભાવનગર
રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મુળ ગામ ગોંડલ હાલ રાજકોટ અરવિંદભાઇ પોપટભાઇ નગેવાડીયા (ઉ.80) તે સ્વ. પોપટભાઇ કાળાભાઇના
દીકરા, રંજનબહેનના પતિ, મનિષભાઇ, કિર્તિબહેન પ્રફુલકુમાર પિલોજપરા (વાંકાનેર), જયશ્રીબહેન
બ્રીજેશકુમાર બકરાણીયા (જૂનાગઢ), રીનાબહેન કેતનકુમાર અડીયેચા (રાજકોટ)ના પિતા, સ્વ.
મનજીભાઇ ગંગારામભાઇ કડેંચા (લજાઇ વાળા)ના જમાઇનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના
બપોરે 4 થી 6 હિવા એપાર્ટમેન્ટ, નિતી ડાઇનિંગ હોલની સામે, જંકશન પ્લોટ 8/12 કોર્નર
રાજકોટ, સસરા પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
હર્ષાબેન (ઉ.53) તે અજયભાઇ હિરજીભાઇ ઠકરારના પત્ની હાલ રાજકોટ, પાયલ પ્રિયેશકુમાર કટારીયા,
પ્રિયેનના માતા, મીનાબેન વિનોદકુમાર દતા, સંગીતાબેન કિશોરકુમાર પોપટ, ભાવનાબેન પ્રજ્ઞેશકુમાર
કાનાણી, નયનાબેન, પ્રકાશકુમાર કારીયાના ભાભી, સ્વ. મોહનલાલ ગીરધરલાલ રાજાના પુત્રીનું
તા.5 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4 થી 5 અમૃતેશ્વર
મહાદેવ મંદિર, 150 ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ સામે, અમૃતા સોસાયટી રાજકોટ
ખાતે ભાઇઓ- બહેનોની
સંયુકત
છે.
રાજકોટ:
અરવિંદભાઇ ભટ્ટીના પત્ની મધુબેન (ઉ.74) તે હિરેનભાઇ, પંકજભાઇ, સ્વ. ભાવનાબેન સંજયભાઇ
રાઠોડ, મનિષાબેન રવિભાઇ વાજાના માતા, શિવલાલભાઇ પ્રેમજીભાઇ ગોંડલીયાના દીકરી, સ્વ.
મનસુખભાઇ, ભરતભાઇ, ધીરૂભાઇ, કિર્તીભાઇ, કમલેશભાઇના બહેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું
તા.7નાં બપોરે 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર,
દામજી મેપા શેરી નંબર-4, પીપળીયા હોલ ઇન આગળ રાજકોટ બન્ને પરિવારનો બેસણું સાથે છે.
ડોળાસા:
નનુસિંહભાઇ કાનાભાઇ મોરી (ઉ.68) તે જયદીપભાઇ, ભાવેશભાઇના પિતા, લાખાભાઇના નાના ભાઇ,
મહેશભાઇ અને વિપુલભાઇ ના કાકાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.10ના કોમ્યુનિટી
હોલ, કુમાર શાળાની બાજુમાં, બોડીદર રોડ, ડોળાસા છે.
રાજકોટ: સ્વ. હસમુખલાલ ભુદરભાઇ પારેખના પુત્રવધૂ
હર્ષાબેન નીતિનકુમાર પારેખ (ઉ.69) તે નીતિનકુમાર પારેખ (રાજકોટ નાગરીક સહકારી બેંકના
પૂર્વ કર્મચારી, કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ), સ્વ. અશોકભાઇ તથા
સ્વ. રોશનભાઇના ભાઇ તથા મયુરભાઇના મોટાભાઇના પત્ની,એડવોકેટ નીરવ પારેખ, પાયલ હિતેષભાઇ
મણિયારના માતા, જામનગર નિવાસી સ્વ. વ્રજલાલ બેચરદાસ મહેતાના પુત્રીનું તા.5 ના અવસાન
થયું છે. ઉઠમણું તા.7 ના 10-30 કલાકે સ્થાનકવાસી
જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા પેલેસ રોડ, કોઠારીયા નાકા રાજકોટ છે.
જૂનાગઢ:
દિનકરરાય હરખજી દવે (પૂર્વ ડેપ્યુટી ડાયરેકટર વિસ્તરણ, શિક્ષણ, ગુજરાત કૃષિ યુનિ. જૂનાગઢ)
તે ભાગીરથી દવે (ભાવનાબેન)ના પતિ, ભારતેન્દુભાઇ દવે, ડો. દિલીપભાઇ દવે, ઉત્પલભાઇ દવેના
પિતા, અક્ષય દવે, ડો. ઋત્વિક દવે, તન્મય દવેના દાદાનું તા.6 ના અવસાન થયું છે. સ્વ.ની
સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાનેથી તા.7ને સોમવારે સવારે 9 વાગ્યે નિકળશે. તેઓનું બેસણું
તા.7ના સાંજે 5 થી 6 દરમિયાન ઔદિચ્ય ગઢીયા
બ્રહ્મસમાજની વાડી, ગાંધીગ્રામ રેલવે ફાટક પાસે, બહાઉદ્દીન કોલેજ પાછળ, જૂનાગઢ છે.
રાજકોટ:
મૂળ શાપર નિવાસી હાલ રાજકોટ કૈલાશબેન પ્રાણજીવનલાલ પુજારા તે લલિતભાઇ, અશોકભાઇ, હંસાબેન
રાજદેવ, શોભનાબેન ગોવાણી, રશ્મિબેન ઠકકરના માતા, કટોસણ રોડ વાળા, હાલ કડી નિવાસી સ્વ.
બાબુલાલ અને સ્વ. દિનેશભાઇ પરમાનંદદાસ ઠક્કરના બહેનનું તા.6 ના અવસાન થયું છે. બેસણું
તા.7ના સાંજે 4 થી 6 કણેશ્વર મહાદેવ મંદિર, રૈયા ચોકડી નજીક, કિડવાઇનગર ચોક, નાગરિક
બેંક વાળી શેરી, રાજકોટ, પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
નાનજીભાઇ અરજણભાઇ ઠુમર તે હર્ષદભાઇ, અશોકભાઇના પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું
તા.7ના સાંજે 4 થી 6 સિલ્વર સેન્ડ સોસાયટી
ગાર્ડન, ઇમ્પિરીયલ હાઇટસની પાછળ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
ધ્રોલ:
ભરતભાઈ મોહનલાલ ગણાત્રા (ઉં.79) તે સ્વ.મોહનભાઈ
ભવાનભાઈ ગણાત્રાના પુત્ર, સ્વ.વિપુલભાઈ, કેતનભાઈ, સ્વ.અતુલભાઈ તેમજ સંજયભાઈના
પિતા, સ્વ.કિરીટભાઈ, જનકભાઈ, મુકેશભાઈ, ભાવેશભાઈના મોટાભાઈ, ઔરંગાબાદ નિવાસી સ્વ.પુરુષોત્તમભાઈ
ખેતસીભાઈ પોપટના જમાઈનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ના સાંજે 5થી 6, વ્રજ મોહન
લોહાણા મહાજન વાડી, મારુતિનગર, જોડીયા રોડ, ધ્રોલ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.
જામખંભાળિયા:
સારસ્વત બ્રાહ્મણ મૂળ ભાતેલ હાલ જામખંભાળિયા કાંતિલાલ જટાશંકર કુવા (જોષી)(ઉં.86)(નિવૃત્ત પોસ્ટ કર્મચારી) તે
સ્વ.નટુભાઈ, સ્વ.છોટુભાઈ, સ્વ.જયંતિભાઈ, સ્વ.ચંદુભાઈ તથા ભરતના મોટાભાઈ, ભાવેશ, સંગીતા,
કાજલના પિતા, હિતેશ, ચેતનાના અદા, વિજયભાઈ એન.ના સસરાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.7ના સાંજે 4થી 4-30, શરણેશ્વર મંદિરે, ભાઈઓ-બહેનો, મોસાળ પક્ષની સાદડી સાથે છે.
ચલાલા:
રીનાબેન અમરસેડા (ઉં.38) તે ડો.પ્રશાંતભાઈ અમરસેડાનાં પત્ની, નંદલાલભાઈ ત્રિભોવનદાસ
અમરસેડાનાં પુત્રવધૂ, ઝીલનાં માતા, અમરેલી નિવાસી ચીમનભાઈ શાંતિભાઈ માંડલિયાનાં દીકરીનું
તા.5ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.7ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી,
ચલાલા છે.
રાજકોટ:
કંચનબેન રમેશભાઈ ખંધેડિયા (ઉં.80) તે સ્વ.રમેશભાઈ મગનલાલ ખંધેડિયાનાં પત્ની, દીપકભાઈ,
દક્ષાબેન, રેખાબેન, સંગીતાબેનનાં માતા, દિનેશભાઈ તન્ના, રમેશભાઈ, મહેશભાઈનાં બહેનનું
તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષ, સાદડી બન્ને સાથે તા.7ના સાંજે 5થી 6, ભક્તિ
આશ્રમ, કાલાવડ રોડ, એ.જી.ચોક, ચમત્કારી હનુમાનજીનાં મંદિર સામે, રાજકોટ છે.
મહુવા:
ઉમણીયાવદર નિવાસી હાલ મુલુંડ ઓત્તમચંદ દુર્લભદાસ દોશીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.67)
તે લીનાબેનના પતિ, દર્શિત, ઉન્નતિના પિતા, સોનાલીના સસરા, દિવ્યાબેન હરેશકુમાર, રેખાબેન
કમલેશકુમાર, સ્વ.રીટાબેન કેતનકુમાર, સ્વ.જીતેન્દ્રભાઈ, વિજયભાઈ, પ્રકાશભાઈના ભાઈ, ઉજાસ,
તેજસ, શ્રેયલ, જશ, ભવ્યના દાદા અને અનંતરાય દુર્લભદાસ, હિંમતલાલ દુર્લભદાસ દોશીના ભત્રીજાનું
અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજકોટ:
મૂળ દ્વારકા હાલ રાજકોટ સ્વ.મહેશભાઈ મોહનલાલ ખખ્ખરનાં પુત્રવધૂ, જાગીરભાઈ મહેશભાઈ ખખ્ખરનાં
પત્ની શ્યામલાબેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 5થી 6, તેમનાં નિવાસ
સ્થાન, રૈયાધાર, શાંતિનગર, શ્રીજી એપાર્ટમેન્ટ, એ-403, રાજકોટ છે.
સાવરકુંડલા:
શાંતાબેન બચુભાઈ કાનાણી (ઉં.91) તે જયંતિભાઈ, બાબુભાઈનાં માતાનું તા.3ના અવસાન થયું
છે. બેસણું તા.7ના દિવસે 8થી 4 કલાકે ભોજલરામ, પટેલ વાડી, વજલપરા, સાવરકુંડલા છે.
મોરબી:
સ્વ.મગનલાલ હીરાદાસ નિમાવતના નાના પુત્ર જયેશભાઈ નિમાવતનાં પત્ની અનિતાબેન (ઉં.54)
તે નિર્ભય, વિવેકનાં માતા, સ્વ.ભાનુપ્રસાદ, જીતેન્દ્રભાઈના નાનાભાઈનાં પત્ની, અંકુરભાઈનાં
કાકીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી 6, શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ,
મોરબી છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.
સાવરકુંડલા:
રાજેશ્રીબેન રાજેશભાઈ જોગી (ઉં.50) તે કનૈયાલાલ નાનજીભાઈ બોસમિયાની પુત્રી, મનસુખલાલ,
નરેશભાઈ, શૈલેષભાઈ, કિશોરભાઈની ભત્રીજી, હિતેશભાઈ, નિલેશભાઈ, ગિરીશભાઈનાં બહેનનું તા.30ના
અવસાન થયું છે. સાદડી તા.7ના સાંજે 5થી 7, બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી પાછળનો
રસ્તો, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
રામજીભાઈ વલ્લભભાઈ સાપરા (ઉં.69) તે મગનભાઈ વલ્લભભાઈ સાપરાના ભાઈ, અલ્પેશભાઈ, વિક્રમભાઈના
પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, વજલપરા, રામજી મંદિર સામે,
દેવળા ગેટ, સાવરકુંડલા તેમનાં
નિવાસસ્થાને
છે.
ગોંડલ:
મંજુલાબેન ઠાકોરદાસ રાજદેવ (ઉં.89) તે સ્વ.સૂર્યકાંતભાઈ, સ્વ.રમાબેન, સ્વ.વસંતભાઈનાં
બહેન, દિનકરભાઈ, મહેન્દ્રભાઈ, ગીતાબેન પ્રવીણચંદ્ર ચંદારાણા (ગોંડલ), પ્રજ્ઞાબેન ચંદ્રકાંત
રૂપારેલિયા (જામનગર)ના બહેન, અજીતભાઈ, નિલેશ, કૌશિક, વંદનાબેન નિશીથભાઈ મહેતાનાં ફઈબા
તથા જ્યોતિન (જામનગર), રશ્મિન ચંદારાણા તથા ડો.કલ્પેશ રૂપારેલિયા (જામનગર)નાં માસીનું
તા.5ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.7ના સાંજે 5થી 6 રાખેલ છે.
જામનગર:
જયશ્રીબેન દત્તાણી (ઉં.72) તે સ્વ.અરવિંદભાઈ દત્તાણીનાં પત્ની, નવીનભાઈ (નિવૃત્ત એસબીઆઈ)
શોભનાબેન હસમુખરાય રાજાણી (રાજકોટ)નાં ભાભી, અલ્પાબેન અમિતકુમાર મોનાણી (પોરબંદર) જીતેનભાઈ
દત્તાણી (પોરબંદર), રૂપીન દત્તાણીનાં માતા, ઉર્મિબેન, દર્શના બેનનાં સાસુ, મિશ્રીનાં
દાદીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ભાઈઓ, બહેનોની તા.7ના સાંજે 6થી 6-30,
પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.