નવી દિલ્હી, તા. 5 : ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે આગામી ટી20 અને વન ડે શ્રેણી માટે ટીમનું એલાન કર્યું છે. 16 ખેલાડીની બન્ને ટીમની આગેવાની હેરી બ્રુક કરશે. આ ઉપરાંત જેમી ઓવરટનની ટી20-વનડે ટીમમાં વાપસી થઈ છે. વર્ષની શરૂઆતે ઈજાનાં કારણે ભારત સામેની શ્રેણીમાંથી ઓવરટન બહાર રહ્યો હતો જ્યારે ઓપનિંગ બેટ્સમેન એન્યુરિન ડોનાલ્ડને ટી20 શ્રેણી માટે પહેલી વખત સામેલ કરવામાં આવ્યો છે. અનકેપ્ડ સીમર હેનરી ક્રોકોમ્બેને પણ ઓડીઆઇ ટીમમાં જગ્યા મળી છે. જો કે ઇંગ્લેન્ડને બે ઝટકા પણ લાગ્યા છે. ફિલ સાલ્ટ અને જેકબ બેથેલ જેવા બેટ્સમેન શ્રીલંકા સામે આગામી શ્રેણીમાં સામેલ થઈ શકશે નહી. બન્ને ખેલાડી ઈજાગ્રસ્ત હોવાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.