• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

યુરોપનું ટોપ ડીઝલ સપ્લાયર બન્યું ભારત!

રશિયામાં મંદી અને અમેરિકી શિપમેન્ટમાં કમજોરીનો ફાયદો ભારતીય રિફાઈનરોને મળ્યો

 

નવી દિલ્હી, તા. 6 : મધ્ય પૂર્વમાં ઘર્ષણથી દુનિયાભરમાં તેલ-ગેસની સપ્લાય ઉપર અસર પડી છે. ભારતમાં પણ અસર જોવા મળી છે પણ સરકારના પ્લાન-બી હેઠળ આયાતના સ્થળમાં વિવિધતા અને દેશમાં ઉત્પાદન વધારવાના પગલાથી અસર ઓછી રહી છે. આટલું જ નહી ભારત બીજા દેશને પણ તેલ સપ્લાય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વોર્ટેક્સાના આંકડાના હવાલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાની નિકાસમાં મંદી અને અમેરિકી શિપમેન્ટમાં કમજોરીના કારણે ભારત યૂરોપને ડીઝલ આપૂર્તિ કરનારો એક પ્રમુખ દેશ બનીને ઉભર્યો છે.

રિપોર્ટમાં આંકડાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટમાં બાબ અલ મંદેબ સ્ટ્રેટ થઈને યૂરોપ જતા જહાજો ઉપર પહોંચેલા ડીઝલનો 60 ટકા હિસ્સો ભારતીય રિફાઈનરો દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. ગયા મહિને યૂરોપ જતા પ્રમુખ દરિયાઈ માર્ગથી લગભગ 2,00,000 બેરલ પ્રતિદિવસ ડીઝલની અવરજવર થઈ છે.

ભારતના રિફાઈનરો પાસે વધારાની ક્ષમતા છે જેના કારણે ડીઝલ સપ્લાયમાં ભૂમિકા મોટી બની રહી છે. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઈનર છે. જેની સ્થાપિત ક્ષમતા 258.0 મિલિયન ટન પ્રતિવર્ષની છે. જે ઘરેલુ ઈંધણની માગથી વધારે છે. 2025-26માં ભારતે 61.5 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદની નિકાસ કરી હતી. જેનાથી રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટસના વિશ્વમાં સૌથી

મોટા નિકાસકારોમાંથી એક બન્યું છે. આ ઈંધણને હવે યૂરોપ અને રશિયામાં બજાર મળી રહી છે.

ઓગસ્ટ 2026માં બાબ અલ મંદેબના રસ્તે અમેરિકાથી યુરોપ જતા ડીઝલ શિપમેન્ટમાં ભારે ઘટાડો આવ્યો છે. જ્યારે રશિયન ડીઝલ નિકાસ પણ નીચે આવ્યું છે. જે એક સમયે યૂરોપની આપૂર્તિનો મુખ્ય ત્રોત હતું. વોર્ટેક્સા અનુસાર ઓગસ્ટના પહેલા 25 દિવસમાં રશિયાની સમુદ્રી માર્ગે ડીઝલ નિકાસ માત્ર 1,50,000 બેરલ પ્રતિ દિવસ રહી હતી. જે ગયા વર્ષની તુલનાએ લગભગ 6,10,000 બેરલ ઓછું છે.

 

દુનિયાભરમાં અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે

 

યુરોપમાં હીટ વેવ, અલનીનોની અસર ખાદ્ય સંકટના એંધાણ પર જોવા મળી છે : યુદ્ધના કારણે અનાજની હેરફેર ખોરવાઈ

નવી દિલ્હી, તા.6: અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી છે. યુરોપમાં હીટ વેવ, અલનીનોની અસર ખાદ્ય સંકટના એંધાણ પર જોવા મળી છે. યુદ્ધના કારણે અનાજની હેરફેર ખોરવાઈ હોવાથી હજુ પણ પુરવઠો ઓછો થશે અવી શક્યતા છે. ભારતમાં ખાંડ સહિતની દરેક ખાદ્યપદાર્થના ભાવ વધ્યા છે. પરંતુ, દુનિયાભરમાં અત્યારે અનાજના ભાવોમાં ભડકો થયો છે. ઓગસ્ટમાં વિશ્વભરમાં અનાજની વસ્તુઓની કિંમતો 2022 પછી        સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. યુરોપમાં હીટ વેવ, અલ નીનોની અસર તથા ઈરાન યુદ્ધ અને યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની હેરફેર પર માઠી અસર પડી છે.

હજુ તો આવતા મહિનાઓમાં સ્થિતિ વધુ વકરવાની ચેતવણી આપવામાં આવી છે. યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠને (સંયુક્ત રાષ્ટ્રસંઘની એક વિશેષ એજન્સી) જણાવ્યું કે મુખ્ય સૂચકાંક જુલાઈના 130.8 થી વધીને 133.3 અંક થઈ ગયો છે. જે વિશ્વભરમાં ખાવા-પીવાની વસ્તુઓની સપ્લાઈ અને બજાર પર ભીંસ વધી હોવાનું સૂચવે છે. 

સમગ્ર યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને કારણે મકાઈ, બીટ અને પશુપાલન ઉત્પાદનને નુકસાન થયું છે. જ્યારે અલ નીનોની ગંભીર અસરની આશંકાએ એશિયામાં પામ ઓઈલ અને ખાંડના ઉત્પાદન સંબંધિત ચિંતાઓ વધારી છે. સાથે જ બ્લેક સીમાં વધતા હુમલા અને શાપિંગમાં અવરોધોએ રશિયા અને યુક્રેનથી અનાજની નિકાસ ઓછી કરી દીધી છે. જેનાથી સપ્લાય વધુ પ્રભાવિત થઈ ગયો છે.

ઓગસ્ટ દરમ્યાન એફએઓના તમામ મુખ્ય ખાદ્ય સૂચકાંક, જેમાં અનાજ, વનસ્પતિ તેલ, ખાંડ અને ડેરી સામેલ છે, તેમાં વધારો થયો છે. અનાજ સૂચકાંકમાં 2.2 ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે વનસ્પતિ તેલની કિંમતો જૂન 2022 પછી પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ખાંડની કિંમતોમાં સૌથી વધુ 11.9 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે બ્રાઝિલમાં ઓછા ઉત્પાદને અન્ય સ્થળોએ મોસમ સંબંધિત ચિંતાઓ વધારી દીધી છે.

દરમ્યાન એફએઓએ 2026 માટે પોતાના વૈશ્વિક અનાજ ઉત્પાદનના અનુમાનને 34 લાખ ટન ઘટાડીને 2.980 અબજ ટન કરી દીધું છે. જે 2025 ના સ્તરથી લગભગ બે ટકા ઓછું છે. જો કે તે હજી પણ રેકોર્ડ પરનો સૌથી વધુ પાક માનવામાં આવે છે, પણ વૈશ્વિક અનાજનો સ્ટોક ઓછો રહેવાનું અનુમાન છે. એફએઆઇએ ચેતવણી આપી છે કે જળવાયુ સંબંધિત ઝટકા, ભૂ-રાજનીતિક તણાવ અને વેપાર માર્ગોમાં અવરોધો એકવાર ફરી ખાદ્ય બજારોમાં જોખમનું મોટુ કારણ બની શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026