• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મંદિર તોડવાના વિરોધમાં આંદોલનકારીઓની ધરપકડ સામે આં.રા. હિન્દુ પરિષદ લાલઘૂમ

અમદાવાદમાં ધરપકડ કરાતા બોટાદ આં.રા.  હિન્દુ પરિષદે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી

 

બોટાદ, તા. 31: ગુજરાતમાં તૂટી રહેલા હિન્દુ મંદિરોના વિરોધમાં આંદોલન કરવાવાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારી અને કાર્યકર્તાઓની અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ/અટકાયત કરવામાં આવતા બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ કાર્યકર્તાઓએ ધટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો.

 ગુજરાત સરકાર દ્વારા મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવેલ હતી અને અનેક સ્થાનો ઉપર મંદિરો તોડવા માટે સ્થાનિક પ્રશાસનને પણ મોકલવામાં આવેલ હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ગુજરાતમાં અનેક સ્થાનો ઉપર લોક તાંત્રિક આંદોલન કરીને મંદિરો તોડવાનો વિરોધ કરયો હતો.  જેને લઈ 30 જુલાઈના રાત્રે 8-00 વાગે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યાધ્યક્ષ બચુભાઈ લાડવાની અને 31 જુલાઈ બપોરના 1-30 કલાકે અમદા વાદ આવી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત રાજ્યના અધ્યક્ષ રણછોડભાઈભરવાડની અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંદોલન કરવાના સંદર્ભમાં ધરપકડ, અટકાયત કરવામાં આવેલ છે.

 જેને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાતનાં અધ્યક્ષ ડો .પ્રવીણ તોગડીયા સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અને ગુજરાતની હિંદુ જનતા આ ધરપકડ, અટકાયતની કડક શબ્દોમાં નિંદા કરેલ છે. ત્યારે બોટાદ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પધાધિકારીઓ કાર્યકર્તાઓ દ્વારા ધરપકડનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી તેઓને તાત્કાલિક મુક્ત કરવા માંગ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક