• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

વેરાવળ ફિશિંગ બોટના માલિક સાથે પરપ્રાંતીય ખલાસીઓની રૂ.12.30 લાખની ઠગાઈ આંધ્રપ્રદેશના બે શખસની શોધખોળ

વેરાવળ, તા.1પ : વેરાવળમાં ફિશિંગ બોટના માલિક માછીમાર સાથે પરપ્રાંતીય ખલાસીઓ દ્વારા ઠગાઈ કરવામાં આવતી હોવાના કિસ્સા સમયાંતરે પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે આવો જ વધુ એક બનાવ બન્યો હતો. જેમાં બોટ માલિક સાથે આંધ્રપ્રદેશના બે ખાલાસી દ્વારા રૂ.1ર.30 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, વેરાવળની કામનાથ સોસાયટીમાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા રાકેશ મનસુખભાઈ ચોરવાડીએ આંધ્રપ્રદેશના ચીકાતી રાજુ સૂર્યનારાયણ અને ગનાગલા ક્રિષ્ના એપપારાવો નામના શખસોએ રૂ.1ર.30 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી રાકેશ ચોરવાડીની બે ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે કામગીરી માટે આંધ્રપ્રદેશના ચીકાતી રાજુ અને ગનાગલા ક્રિષ્ના સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ  કરવામાં આવ્યો હતો અને રૂ.1ર.30 લાખની રકમ એડવાન્સ ચૂકવવામાં આવી હતી અને બાદમાં સીઝન શરૂ થતા બન્ને શખસે મોબાઇલ બંધ કરી દઈ નાણાં પરત નહીં ચૂકવી ઠગાઈ કર્યાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને શખસની શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક