• બુધવાર, 13 નવેમ્બર, 2024

ઈકોઝોનના કાયદાના વિરોધમાં આજે તાલાળાનાં ચિત્રાવડ ગીરમાં જનસભા

સાંગોદ્રા, હિરણવેલ, ભાલછેલ, હરીપુર, ચિત્રોડ સહિતના 15 ગામના ગ્રામજનો ઉમટી પડશે

તાલાલા ગીર, તા.8: ઈકો સેન્સિટીવ ઝોનનાં કાયદા સામે તાલાલા પંથકમાં શરૂ થયેલી લડત આગળ વધી રહી છે. તાલાલા પંથકમાં છેલ્લા દોઢ માસ દરમિયાન રેલી, સંમેલન, ખાટલા બેઠકો વિગેર જનજાગૃતિ કાર્યક્રમ બાદ આ કાયદા સામેની લોક લડત વધુ મજબૂત કરવા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામે તા.9ને શનિવારે સાંજે 6.30 કલાકે ડાયમંડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વિશાળ જનસભા યોજાશે. ઈકોઝોનના કાળા કાયદા સામે લડત ચલાવતા પ્રવિણ રામ તથા આ કાયદા સામે લડત ચલાવતા વિવિધ ગામની સમિતિના અગ્રણીઓ આયોજીત આ જનસભામાં ચિત્રાવડ ગીર ઉપરાંત હિરણવેલ ગીર, ચિત્રોડ ગીર, સાંગોદ્રા ગીર, હરિપુર ગીર, બોરવાવ ગીર, ભોજદે ગીર, રમળેચી ગીર, ધણેજ વિગેરે 1પ ગામના ગ્રામજનો હાજરી આપશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024