સુરત,
તા.11 : સુરત સાઈબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી
સાઈબર ઠગાઈમાં સંડોવાયેલી એક મોટી ગેંગનો પર્દાફાશ કરી મહત્ત્વની સફળતા હાંસલ કરી છે.
આ ગુનાહિત કાવતરામાં આરોપીઓ સામાન્ય લોકોને લોભ લાલચ આપીને અનેક બેંક ખાતા ખોલાવ્યા
હતા. જેઓના ડેબિટ કાર્ડ અને સીમકાર્ડનો ઉપયોગ કરી દુબઈમાં બેઠેલા ગુંડા તત્ત્વો દ્વારા
મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરવામાં આવે છે. સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ મોટા વરાછાના
સ્વાધ્યાય કોમ્પલેક્સમાં પોલીસે રેડ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં મોટા
રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ગુનામાં નાસતો ફરતા આરોપીને મુંબઈ ઈન્ટનેશનલ એરપોર્ટથી
ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમાસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ ષડયંત્રમાં સાઇબર
ઠગબાજો લોકોને કમિશનની લાલચ આપી જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવી તેમના ખાતા ડેબિટ
કાર્ડ અને સીમ કાર્ડ એકત્રિત કરતા હતા. અને તેના તમામ ડેટા દુબઇ મોકલવામાં આવતા હતા,
જ્યાંથી ઈન્ટરનેટના માધ્યમથી દેશભરમાં ઠગાઈ આચરતા હતા. આ સાયબર ક્રાઈમના ગુનામાં અજય
આનંદભાઈ ઈટાલિયા (ઉં.36), જલ્પેશ ભવાનભાઈ નડિયાદરા (ઉં.34), તથા વિશાલ અરવિદભાઈ ઠુંમર
(ઉં.34) ત્રણેય સુરતનાને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાયબર ક્રાઇમ ગુનામાં નાસતા
ફરતા આરોપી હિરેનકુમાર પ્રવિણભાઈ બરવાળીયા
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ ખાતે જવાનો પ્રયાસ કરતા એરપોર્ટ પરથી સાયબર સેલ પોલીસે
ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય આરોપી મિલન સુરેભાઈ
વાઘેલા હાલ દુંબઈ રહે છે. તેમજ કેતન મગનભાઈ વેકરિયા રહે. સુરત મૂળ ભાવનગર, દશરથભાઈ
રામજીભાઈ ધાંધલીયા, જગદિશ કાંતીભાઈ અજુડિયા આ પણ દુબઈ રહે છે.
આ ટોળકીની
મોડેસ ઓપરેન્ડી એવી છે કે વોટ્સેઅપ અને ટેલીગ્રામ
દ્વારા લોકો સાથે ખોટી ઓળખ ઉભી કરીને વધુ કમાણીની
લાલચ આપતા હતા. દેશમાં વિવિધ સ્થળો પરથી લોકો પાસે કમિશન આપી બેંક ખાતા ખોલાવતા હતા
અને ત્યારબાદ આ ખાતાઓમાં ફ્રોડથી મળેલા રૂપિયા જમા કરાવતા હતા. મળેલા નાણાં અન્ય ખાતાઓમાં
ટ્રાન્સફર કરીને તથા એટીએમ દ્વારા પૈસા ઉપાડી લેતા હતા. આ કેસની તપાસ દરમિયાન 261 જેટલા
બેંક ખાતાઓમાંથી આજદિન સુધી 111 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું
હતું. આ ઉપરાત ઓરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ
ફોન, અલગ અલગ બેંક એકાઉન્ટના 86 ડેબીટ કાર્ડ, અલગ અલગ બેંક એકાઉન્ટની 180 પાસબુક,
30 ચેકબુક, 258 સીમ કાર્ડ , કોમ્પ્યટર, સીપીયુ, મોનીટર, કીબોર્ડ, માઉસ, 1 લેપટોપ તેમજ
રોકડા 94,700 મળી કુલ્લે 6 લાખ 30 હજાર
200 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ અન્ય બેંક એકાઉન્ટની માહિતી એત્ર કરવાની
કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.
આરોપીઓ
દુબઈ ખાતેથી ચાઈનીઝ ગેંગના તથા અન્ય દેશના
સાયબર ક્રાઈમ આચરતા માણસોના સંપર્કમાં રહી
ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિઝિટલ અરેસ્ટ ટાસ્ક ફોર્ડ, જોબ ફ્રોડ તથા અન્ય વિવિધ
પ્રકારના સાયબર ક્રાઈમ ફોર્ડ આચરનારને નાણાં ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ પુરા પાડી
ગુના આચરતા હોય આ સાયબર ક્રાઇમના નાણાં દુબઈ ખાતેથી વિડ્રો કરવામાં આવે છે. અત્યાર
સુધી અલગ અલગ રાજ્યોમાં 200 જેટલી એફઆરઆઈ થઇ છે.