• બુધવાર, 13 નવેમ્બર, 2024

પોલીસનો ડર બતાવી જૂનાગઢના યુવાન પાસેથી 2.12 લાખ પડાવ્યા રસ્તામાં પોલીસ સાથેની માથાકૂટનો લાભ ઉઠાવી કારસ્તાન

જૂનાગઢ, તા.8: જૂનાગઢમાં રહેતા એક યુવાન વડોદરા અભ્યાસ કરતો હતો ત્યારે કાર ભાડે કરી જૂનાગઢ આવતો હતો તે સમયે રસ્તામાં કારને પોલીસે રોકી હતી. કાર ચાલકને પોલીસ સાથે રકઝક થઇ હતી. કાર ચાલકે આ રકઝકના કારણે કોલેજિયન યુવકને પોલીસ તેને પણ પકડશે એવો ડર બતાવી સાત માસમાં 2.12 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા આમ્રપાલી એપાર્ટમેન્ટમાં રહેતો હેત વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં સેમ.7માં અભ્યાસ

કરે છે. તે સેમ.5માં અભ્યાસ કરતો હતો ત્યારે તેના માતાની તબીયત નાદુરસ્ત થઇ જતા તેણે તા.16-10-2023ના ઓનલાઇન સર્ચ કરી ચાર હજાર રૂપિયામાં કાર ભાડે કરી હતી.

કાર આવી ગઇ હતી. જેમાં હેત બેસી જૂનાગઢ આવવા નીકળ્યો હતો. વાતચીત કાર ચાલકે તેનું નામ પ્રિયાંક નીતિન જોશી અને તે ઉપલેટા રહેતો હોવાનું જણાવ્યું હતું.

કાર વાસદ બ્રિજ નીચેથી પસાર થઇ ત્યારે પોલીસે કાર રોકી હતી. કારમાં ટેક્સી પાસિંગ ન હતું આથી પ્રિયાંક જોશીને દંડ બાબતે પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ હેત કારમાં જૂનાગઢ પહોંચ્યો હતો.

હેત ઘરે હતો ત્યારે પ્રિયાંકનો ફોન આવ્યો હતો. તેણે હેતને પોલીસનો દંડ બાકી છે. પોલીસે કાર જપ્ત કરી લીધી છે તેમને 8 હજાર આપવા પડશે આથી હેત દવેએ તેને ત્રણ હજાર ગુગલ પે કર્યા હતા. બાદમાં પ્રિયાંકે ફોન કરી પૈસા આપવા ગયો ત્યારે પોલીસે લોકઅપમાં પૂરી મારમાર્યાનું અને પોતે જામીન પર છૂટયો હોવાની અને પોલીસ વધુ પૈસા માગે છે પોલીસ તને પણ પકડવા માગે છે પણ મેં તારું નામ આપ્યું નથી. એમ કહી હેતને પોલીસે પકડશે એવો ડર બતાવી તા.16-10-2023 થી 10-5-2024 દરમિયાન પ્રિયાંક જોશીએ હેત દવે પાસેથી કુલ રૂ.2.12 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024