ઉમરા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ
મનુષ્ય વધનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીને ઝડપી
પાડવા કવાયત હાથ ધરી
સુરત, તા. 8: સુરતના શહેરના સીટી
લાઈટ વિસ્તારમાં આવેલ શિવ પૂજા કોમ્પ્લેક્સ સન સીટી જીમ અને અમૃતિયા સ્પામા ગત તા.6
નવેમ્બરે મોડી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે યુવતીએ જીવ પણ ગુમાવ્યો હતો.
ઘટનાને પગલે પોલીસ દ્વારા સ્પાના સંચાલક દિલશાદ ખાન સલીમ ખાન તથા જીમના સંચાલક શાહનવાઝ
હારુન મિસ્ત્રીની ઘરપકડ કરી છે અને જીમના બીજા સંચાલક વસીમ રઉફ ચૌહાણ નામના આરોપીને
વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી વોન્ટેડ
આરોપી વસીમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની તપાસમાં સુરત મહાનગર
પાલિકાના અઠવા ઝોન, એસએમસી ફાયરની ટીમ, એફએસએલ સુરત, ફિઝિકલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટોરેન્ટ
પાવરના અધિકારીઓ દ્વારા સ્થળ
વિઝિટ કરી ઘટનાનું નિરીક્ષણ કરવામાં
આવ્યુ છે.
ફાયર ડિપાર્ટમેન્ટના રિપોર્ટ
અનુસાર શિવપૂજા શાપિંગ સેન્ટર બિલ્ડિંગનુ ફાયર એન.ઓ.સી. વર્ષ 2022માં આપવામાં આવ્યું
હતું તેમજ ઓગસ્ટ 2024માં રિન્યુ કરવામાં આવેલ છે જ્યારે ત્રીજા માળે આવેલ હોલ નંબર
એકમાં કાર્યરત જીમ-11 અને એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જને એન.ઓ.સી. ઈસ્યુ કરવામાં આવ્યુ
નથી. 2022 અને ઓગષ્ટ 2024માં જરૂરી સૂચનાઓ સાથે ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ પણ આપવામાં
આવી હતી. શિવપૂજા કોમ્પલેક્સમાં જીમ એન્ડ સ્પામાં લાગેલી આગમાં ફાયર એનઓસીથી માંડીને
ગેરકાયદેસ બાંધકામ જવાબદાર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જેનાં માટે મહાનગરપાલિકાનાં
અઠવા ઝોન અધિકારીઓ અને ફાયર વિભાગનાં અધિકારીની બેદરકારી પણ સામે આવી છે.