• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

રાજ્યમાં વર્ષ 2023-24માં 87.8 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરાયું

            85.74 લાખ મે.ટન શેરડીનું પિલાણ, ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને રૂ.જજ કરોડ ચૂકવાયા

અમદાવાદ, તા. 19 : ગુજરાતમાં હાલમાં 15 સહકારી ખાંડના કારખાના કાર્યરત છે. જેની દૈનિક પિલાણ ક્ષમતા અંદાજિત 66,800 મે.ટન જેટલી છે. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ર0ર3-ર4 દરમિયાન પિલાણ સિઝનમાં લગભગ 85.74 લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી 10.35 ટકા રીકવરી સાથે 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ પૈકી 9 ખાંડ સહકારી મંડળીઓ પાસે ડિસ્ટિલરી પ્લાન્ટ પણ છે. જેની રેક્ટિફાઇડ સ્પિરિટની ઉત્પાદન ક્ષમતા 3પ6 કિલોલીટર દૈનિક તથા ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા ર90 કિલોલીટર દૈનિકની છે. ગુજરાતના ખાંડ સહકારી સભાસદોની સંખ્યા 4.50 લાખ જેટલી છે. રાજ્યમાં વર્ષ 2023-24માં લગભગ 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં રૂ. 3391.60 કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી હતી. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહીં પરંતુ અંદાજે 20થી 25 હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ 5.50 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ પૂરી પાડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક