અમદાવાદ, તા. 23 : આગામી 16 ફેબ્રુઆરીના
રોજ યોજાનાર જીપીએસસીની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરીના
રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા રદ કરાઈ
છે.
જેને લઈ હવે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી
જાહેરાત કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું
મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક
સમય જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જીપીએસસીના દ્વારા
લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ
મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમ કે નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે
તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ
કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે. અનુભવ સિવાયની તમામ ભરતીમાં
છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય
તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે તેમજ આયોગમાં ઇન્ટરવ્યૂ
આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે તેવું પણ
નક્કી કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્ય ચૂંટણી
કમિશનરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ
18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.