પોલીસે કલેક્ટરને લિસ્ટ સોંપ્યા
બાદ રહેણાકના વીજ કનેક્શન કાપ્યા બાદ પશ્ચિમ મામલતદાર દ્વારા નોટિસો પાઠવાઈ
રાજકોટ, તા.21 : રાજ્યમાં ગુનેગારો,
હિસ્ટ્રીશીટરો અને અસામાજિક તત્ત્વોને અંકુશમાં લેવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ
કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોના લિસ્ટ તૈયાર કરી કાર્યવાહી શરૂ
કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસમાં ભીસ્તીવાડ, જંગલેશ્વર
અને નાણાવટી ચોક વિસ્તારમાં અસામાજીક તત્ત્વોનાં અનઅધિકૃત રીતે ખડકાયેલા ચાર મકાનનાં
બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. દરમિયાન શહેરના રૈયાધાર વિસ્તારમાં સર્વે નં.218 સહિતની
સરકારી જમીન પર કાચા-પાકા મકાનો ખડકી કબજો જમાવી બેઠેલા અસામાજિક તત્ત્વોના રહેણાકોનું
લિસ્ટ શહેર પોલીસ દ્વારા કલેક્ટર તંત્રને સોંપવામાં આવ્યું છે. જેના આધારે પશ્ચિમ મામલતદારે
મિલકત રેકર્ડની તપાસ માટે નોટિસો ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.
રૈયાધાર વિસ્તારમાં સર્વે નં.218
સહિતની સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ખડકાયેલા 30 અસામાજિક તત્વોના મકાનોનું લીસ્ટ
શહેર પોલીસ દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. જેના
પગલે તાલુકા મામલતદાર જોશી દ્વારા આ 30 મકાનોનાં મિલકત રેકેટની તપાસ માટે નોટિસો ફટકારવાની
કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. સરકારી જમીન ઉપર આ મકાનો ખડકાયા હશે તો દબાણનો કેસ
ચલાવી આ કાચ-પાકા મકાનોને તોડી પડાશે.