રાજ્યકક્ષાએ ધોરણ 10-12ના પ્રથમ 3 વિદ્યાર્થીઓને રૂ. 51,000, રૂ. 41,000 રૂ. 31,000 અપાશે
અમદાવાદ,તા.8 રાજ્યના સમાજિક
ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ  યોજના અંતર્ગત ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં
અનુસૂચિત જાતિ (SC)
અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)નાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને
આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વિવિધ કક્ષાએ રૂ. 20,000નો સુધીનો વધારો કરાયો
છે. રાજ્યકક્ષાએ ધો. 10 અને ધો. 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી
પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ એમ ચાર પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર
વિદ્યાર્થીને પ્રોત્સાહક ઈનામમાં રૂ. 20,000નો વધારો કરવામાં આવ્યો છે. 
વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ
જણાવ્યું છે કે, આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા
રૂ. 31,000 આપવામાં આવતા હતાં. જેમાં વધારો કરાયા બાદ હેવથી રૂ. 51000 પ્રોત્સાહક ઈનામ
આપવામાં આવશે. એવી જ રીતે દ્વિતીય સ્થાને રૂ. 41,000ઁ તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને
હવેથી રૂ. 31,000 પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે. ધો. 10 અને 12માં સામાન્ય પ્રવાહ
અને વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. 15,000
દ્વિતીય સ્થાને રૂ. 11,000 અને તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીનહવે રૂ. 9000 પ્રોત્સાહક
ઈનામ તરીકે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી બોર્ડની પરીક્ષા
(માર્ચ-એપ્રિલ)ના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    