• શુક્રવાર, 09 મે, 2025

મહેન્દ્ર શાહ રીઢો : 2007માં પણ કરી હતી ઉચાપત

પાલડીમાંથી 100 કરોડનો મુદ્દામાલ પકડાવાના કેસમાં પિતા-પુત્રના વધુ કાળા કારનામા ખુલે તેવી શકયતા

અમદાવાદ, તા. 21: તાજેતરમાં અમદાવાદમાં પાલડી ખાતે સોનાની લગડી સહિત રૂ. 100 કરોડતી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. તેના મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર અમૃતલાલ શાહ સામે અગાઉ પણ રૂ. 14.53 કરોડની ઉચાપત કેસમાં અમદાવાદ ગ્રામ્યની સ્પેશિય કોર્ટે મહેન્દ્ર શાહ વિરુદ્ધ 2007માં વોરંટ જારી કર્યુ હતું. તેણે કર્ણાવતી ડાયકેમ પ્રા.િલ.ના ખાતામાંથી બનાવટી સહીઓ મારફતે રૂ.14.53 કરોડની ઉચાપત કરી હતી.

નોંધનીય છે કે આ કેસની ગઇકાલે 20 માર્ચે મુદત હોવા છતાં મહેન્દ્ર શાહ હાજર થયો ન હતો જેની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. બનાવટી સહી કૌભાંડના ગુનામાં કંપનીના પૂર્વ ડિરેકટર દિપક ત્રિવેદીએ આરોપી સેજલ ગોપાલભાઇ શાહ, મીત ગોપાલભાઇ શાહ અને મહેન્દ્ર અમૃતલાલ શાહ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસમથકમાં વર્ષ 2007માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે છેક સાત વર્ષ બાદ 2014માં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ચકચારભર્યા એવા આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી મહેન્દ્ર શાહના આગોતરા જામીન પણ જે તે વખતે નામંજૂર કર્યા હતા.

આ દરમિયાન ઇડી પણ તપાસમાં સામેલ થઇ હતી. અને 2018માં ઇડીએ મહેન્દ્ર શાહ સહિત ત્રણેય આરોપીઓ સામે સ્પે પીએમએલએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની ગઇકાલે મુદત હોવા છતા તે કે અન્ય આરોપીઓ હાજર રહ્યા ન હતા. આમ મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહ આ પ્રકારના ગુનાઓ આચરવાવાળી ટેવવાળા અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે તપાસ અજન્સીઓએ આ બંને પિતા-પુત્રના વધુ કાળા કારનામા ખુલે તેવી શક્યતાઓ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક