• શુક્રવાર, 09 મે, 2025

માલપુરની વાત્રક નદીમાં નહાવા પડેલા ત્રણના ડૂબી જતા મૃત્યુ

ત્રણેય મિત્ર બપોરે નહાવા પડયા બાદ પાણીમાં ગરક

મોડાસા, તા.22: અરવલ્લીના માલપુરમાં આવેલી વાત્રક નદીમાં નહાવા પડેલા ત્રણ સગીરના ડૂબી જતા મૃત્યુ થવાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે. બનાવની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.

વિગતો મુજબ સુલતાન ઇમ્તિયાજ દીવાન (ઉં.વ.14), રોનક સમજુભાઇ ફકીર (ઉં.વ.12) અને સાહબાઝ સીરાજ પઠાણ (ઉં.વ.14) બપોરના સમયે વાત્રક નદીમાં જુના પુલ પાસે નહાવા પડયા હતા ત્યાર બાદ ત્રણેય મિત્રો એકાએક  પાણીમાં ગરક થઇ ગયા હતા.

બનાવની જાણ થતા નદીમાં તપાસ થઇ હતી અને તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કઢાયા હતા ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. ત્રણેય સગીર માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક