ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ કોળી સમાજના મોભી પરસોત્તમ સોલંકી અડીખમ
- પાટીદાર
આગેવાન અને સંગઠનના અનુભવી પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીને ફરી કેબિનેટ મંત્રીની તાજપોશી
ભાવનગર તા.17 : ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં
સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર વિસ્તારના બે ધારાસભ્યોને
મંત્રી પદમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને તેની પાછળ એવું જાણવા મળ્યું છે કે તાજેતરમાં
વડાપ્રધાન ભાવનગર આવ્યા હતા અને તેની સભા યોજાઇ હતી. જેમાં આ બન્ને ધારાસભ્યોએ મહેનત
કરી હતી. ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સોલંકી એવા નેતા છે જે ચાર મુખ્યમંત્રી, અનેક વખત
મંત્રીમંડળ બદલાયું છતાં અડીખમ છે તેની પાછળ એ કારણ છે તેઓ કોળી સમાજના સિંહ તરીકે
જાણીતા છે અને ધારાસભ્ય જીતુ વાઘાણી પાટીદાર આગેવાન અને સંગઠનના અનુભવી હોવાથી તેને
મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભાવનગરના
બે ધારાસભ્યોનો મંત્રી પદે સમાવેશ થતા મંત્રી મંડળમાં ભાવનગરનું મહત્વ વધ્યું છે. પરસોત્તમભાઈ
સોલંકીને મંત્રી પદે યથાવત્ રાખવામાં આવ્યા છે. જ્યારે જીતુભાઈ વાઘાણીને કેબિનેટ કક્ષાનું
પ્રધાન પદ પ્રાપ્ત થયું છે. આમ ભાવનગરનો રાજ્યના મંત્રી મંડળમાં દબદબો વધ્યો છે.
ભાવનગરમાંથી
બે ધારાસભ્યો રાજ્યના મંત્રી પદે નિયુક્ત થતા બંને નેતાઓ જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ
સોલંકીના વિશાળ ચાહકવર્ગમાં તેમજ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે હર્ષની લાગણી
ફેલાઈ હતી. શહેર ભાજપ કાર્યાલય ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
કોળી
સમાજના લોકલાડીલા નેતા પરસોત્તમભાઈ સોલંકીને પડતા મુકવા ભાજપને પરવડે તેમ નથી અને તેનો
કોઈ વિકલ્પ નથી. મુંબઈથી ભાવનગર આવેલા પરસોત્તમભાઈ સોલંકીએ બહુમત કોળી સમાજમાં અભૂતપૂર્વ
લોકચાહના પ્રાપ્ત કરી છે. મુંબઈમાં નગર સેવકથી ગુજરાતના મંત્રી સુધીની સફર ભાવનગરમાં
લોકસભામાં અપક્ષ લડી તાકાત બતાવનાર પરસોત્તમભાઈ સોલંકી ભાજપમાં જોડાયા અને કોળી સમાજના
સિંહ તરીકે જાણીતા બન્યા છે. રાજ્યના દરેક મંત્રીમંડળમાં મંત્રી રહેલા સોલંકી નાદુરસ્ત
તબિયત છતા પાર્ટી માટે ખરા સમયે યોધ્ધા બને છે. માત્ર ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં
પણ સમાજ ઉપર તેની સારી પકડ છે.
તો
વળી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
જીતુભાઈની રાજકીય સફર એ.બી.વી.પી. થી શરૂઆત થઈ હતી. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ
પશ્ચિમની બેઠક ઉપર 3 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી, રાજયના
શિક્ષણમંત્રી બન્યા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને હવે ફરી એક વખત કેબિનેટ મંત્રી
બન્યા છે. તેઓની પાસે સંગઠનનો ઘણો મોટો અનુભવ છે.