બારીએ શર્ટ બાધી જીવન ટુંકાવ્યું, બાઇક ચોરીના ગુનામાં બે દિવસ અગાઉ પોલીસે ધરપકડ કરી હતી
સુરેન્દ્રનગર, તા.4: સુરેન્દ્રનગર
એલસીબી કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના
ઝીંઝુવાડા ગામના એક યુવાનની બાઇક ચોરીના ગુનામાં પોલીસે બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી.
જેણે આજે વહેલી સવારે એલસીબી કચેરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સુરેન્દ્રનગર એલસીબી કસ્ટમડી
દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. આજરોજ સવારના 11:00 વાગ્યાની આસપાસ એલસીબીના તપાસ
રૂમમાં એક આરોપીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઝીંઝુવાડાના વતની ગજેન્દ્રાસિંહ ઝાલા
નામના આરોપીને એલસીબીની ટીમે એક બાઈક સાથે ઝડપી પાડયો હતો. તેમજ વધુ પૂછપરછ માટે એલસીબી
કચેરી ખાતે લાવ્યા હતા. જ્યાં તેણે આઠ જેટલા બાઇક ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. જેની
તપાસ ચાલુ હતી. ત્યારે અચાનક આજ રોજ સવારે આરોપીએ ગળાફાસો ખાઈ લીધો છે. આરોપીએ શૌચાલયમાં
પોતાની શર્ટ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આપઘાતની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી
ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ
છે. આપઘાતના ચોક્કસ કારણોની તપાસ પોલીસ અને મજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી દ્વારા કરવામાં આવશે.