સુરત, તા. 4 : સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગામિંગ/બાટિંગ વેબસાઇટ(મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવી 800 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ
સુરત સાયબર ક્રાઇમ સેલે કતાર ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગામિંગ/બાટિંગ વેબસાઇટ(મર્ચન્ટ)
પાસેથી ફંડ મેળવી છેતરાપિંડી કરતા અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી
મોબાઇલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને
તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીઓ પાસેથી મળી આવેલા જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં
કુલ રૂ.800 કરોડના ટ્રાન્જેક્શનો થયા હતા. આ 149 ખાતાઓ પર એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ
417 ફરિયાદ પણ મળી આવી હતી. આ કેસમાં અન્ય બે નાસતા-ફરતા આરોપીઓ માટે એલ.ઓ.સી. ઇશ્યુ
કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા બીઈ મિકેનિકલ થયેલો
જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને બી.કોમ સુધી ભણેલો દીપ ઠક્કરને લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો. આથી વિદેશની
ધરતી પર બેસીને રૂ. 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર
ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેથી સુરત સાયબર
ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ
એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના
જણાવ્યા મુજબ બંને શખસો શિક્ષિત છે. બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગામિંગ/બાટિંગ
વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા. જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી
વિદેશ મોકલીને આખા નેક્સસને થ્રી-લેયર મોડયુલ હેઠળ ઓપરેટ કરતા હતા. જેમાં જીતનારા લોકોને
પણ છેતરાપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ પોલીસને તપાસમાં
રૂ. 800 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હોવાની વિગતો મળી છે.
વધુમાં જાણવા મળ્યુ કે બન્ન આરોપી
સાયબર ક્રાઈમની દુનિયામાં પોતાની અસલી ઓળખ છૂપાવતા હતા. સુરત પોલીસે જ્યારે અગાઉ કતાર
ગામમાંથી આ રેકેટના સ્થાનિક ઓપરેટરોને પકડયા હતા. ત્યારે તેમના મોબાઈલ અને વોટસએપ ચેટ્સમાંથી
વિચિત્ર નામો મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન જોન રેપર અને પિકાસો ટાઈસન જેવા
કોડનેમ મળ્યા હતા. શરૂઆતમાં પોલીસ માટે આ નામો એક કોયડો હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ
અને ઊંડાણ પૂર્વકની તપાસ બાદ ખુલ્યું હતું કે આ કોઈ વિદેશી નાગરિકો નથી પરંતુ ગુજરાતી
યુવાનો છે. જેમાં જોન રેપર એ બીજું કોઈ નહીં પણ માસ્ટરમાઈન્ડ જતીન ઠક્કરનું ડમી નામ
હતું, જ્યારે પિકાસો ટાઈસનએ દીપ ઠક્કરનું ડમી નામ હતું. બન્ને આરોપી વોટ્સેપ ગ્રુપમાં
અને કોમ્યુનિકેશન માટે માત્ર આ ડમી નામોનો જ ઉપયોગ કરતા હતા જેથી પોલીસ પકડથી દૂર રહી
શકે. જતીનનું મુખ્ય કામ બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને બીગ આઈડિયા, ઓપીએસ, સીએએફએ,
પ્રિમેચ, એનઈટીએલ, 10 સી, એચઆરબી, વીઆરબી, ડીઆરબી, એએનએનએ, 777, ટેન્ગો, ટ્રુ, 99,
એર, ઓરીએન્ટ, વીઝ 45 વગેરે જેવી લગભગ 50 ગામિંગ/ બાટિંગ વેબસાઇટ(મર્ચન્ટ) પાસેથી ફંડ
મેળવવાનુ હતુ. આ ફંડને એક પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર
કરવાનું અને તેના હિસાબો રાખવાનું હતું.