• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે ખોડલધામમાં

મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી જીતુભાઇ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા ઉપરાંત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સન્માન થશે

રાજકોટ, તા. 4 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી રવિવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. લેઉવા પટેલ સમાજનાં તીર્થસ્થાન એવા ખોડલધામની મુલાકાત લેશે જ્યાં મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા ચાર  લેઉવા પટેલ પ્રધાનોનું સન્માન યોજવામાં આવશે.

7 ડિસેમ્બરને રવિવારના રોજ ખોડલધામ મંદિર કાગવડ મુકામે સન્માન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સવારે 9.30 વાગ્યે ખોડલધામ ખાતે યોજાનારા સન્માન સમારોહમાં હાજરી આપશે તેઓ સીધા જ હેલિકોપ્ટર માર્ગે ખોડલધામ પહોંચશે. ખોડલધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ રાજયપ્રધાન મંડળમાં સામેલ કરાયેલા લેઉવા પટેલ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા તથા કમલેશ પટેલનું સન્માન કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મનસુખ માંડવિયા પણ હાજર રહેશે તેમનું પણ સન્માન કરવામાં આવશે. અંદાજિત બે કલાકના કાર્યક્રમમાં મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ અને પ્રધાનોનું સન્માન કરવામાં આવશે. બે કલાકના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ખોડલધામ ખાતે પ્રસાદ ગ્રહણ કરશે. આ કાર્યક્રમની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શકયતા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જોરશોરપૂર્વક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક