અમદાવાદ, તા.25: ગુજરાત પોલીસ દળના કુલ 16 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ 26મી જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે સિનિયર આઈપીએસ અધિકારીઓને ‘રાષ્ટ્રપતિ ચંદ્રક’ અને અન્ય 14 રક્ષકોને ‘પ્રશંસનીય સેવા મેડલ’થી સન્માનીત કરવામાં આવશે.
જેમાં વિશિષ્ટ સેવા બદલ આપવામાં
આવેલા પોલીસ મેડલમાં અધિક પોલીસ મહાનિર્દેશક નિપુણા તોરવણે, (આઈપીએસ), નાયબ કમિશ્નર
ઓફ ઈન્ટેલીજન્સ શૈલેષસિંહ શ્યામબલીસિંહ રઘુવંશીનો સમાવેશ થાય છે. જ્યારે પ્રશંસનીય
સેવા અંગેના પોલીસ મેડલમાં પી.એલ.માલ, આઈપીએસ, એ.જી.ચૌહાણ, આઈપીએસ, એમ.જે.ચાવડા, આઈપીએસ,
ધર્મેન્દ્ર હરજીભાઈ દેસાઈ, (એસપીએસ), ઘનશ્યામસિંહ અનોપસિંહ સરવૈયા, વસંત સોમસિંહ પરમાર,
સંજય મુરલીધર પાટીલ, ક્રિપાલસિંહ જીલુભા રાણા, સુનીલ ગોરખભાઈ દેશલે, ગીરીશભાઈ છગનભાઈ
દેસાઈ, શનાભાઈ મોરારભાઈ પરમાર, લાલસિંહ રામસિંહ વિહોલ, અરવિંદ ભોપીનભાઈ તડવી, વિષ્ણુભાઈ
ભરતભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.
આ સન્માન રાજ્યના વિવિધ ભાગોમાં
આતંકવાદ વિરોધી કામગીરી, આપત્તિ રાહત, ગુના નિયંત્રણ અને સુધારાત્મક સેવાઓમાં મહત્વપુર્ણ
યોગદાન આપનારા કર્મચારીઓને આપવામાં આવ્યા છે.