• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર

પોલીસે ચાર સ્પા સેન્ટર પર દરોડા પાડી 13 શખસ સામે કાર્યવાહી હાથ ધરી

ભાવનગર, તા.19: ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4 જેટલા સ્પા સેન્ટરો પર ઓચિંતા દરોડા પાડીને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે મેનેજર, ગ્રાહકો અને સંચાલકો સહિત કુલ 13 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીલમબાગ પોલીસની મહિલા અધિકારીઓ સહિતની ટીમે બીએમસી કચેરી સામે આવેલા શીવા બ્લાસિંગ કોમ્પલેક્ષ અને વાઘાવાડી રોડ પરના ઈવા સુરભી કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા.પટાયા ફેમિલીઝ સ્પામાં મેનેજર દાનિશ આરીફ સૈયદ અને ગ્રાહક તરીકે આવેલા સંજયગોહિલ, યશ પટેલ અને મયુર વાજાની ધરપકડ કરવામાં આવી છે.

આ સ્પામાં થાઈલેન્ડ પટાયાની એક વિદેશી મહિલા પણ મેનેજર તરીકે કામ કરતી હોવાનું ખૂલ્યું છે.આરોમાં ફેમિલી સ્પામાં  અનુ માયારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના માલિક પ્રકાશ ચૌહાણ અને નિત્યરાજ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.આયુર થાઈ ફેમિલી સ્પા વાઘાવાડી રોડ પરના સ્પામાં અજય અશોક મકવાણાની ધરપકડ થઈ છે. અહીં શબના નામની મહિલા સંચાલન કરતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ક્રિસ્ટલ ફેમિલી સ્પાના મેનેજર સાહિલ ઉર્ફે ગોલ્ડન ડોડીયા ઝડપાયો છે. આ સ્પા ભરતનગરની એક મહિલા ચલાવતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.આ દરોડાથી શહેરના અન્ય ગેરકાયદે સ્પા સેન્ટર સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક