જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર
જામનગર,
તા.19: અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં
આવ્યો હતો. જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.
તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન કર્યું
હતું.
અંબાજી
મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિ:શુલ્ક અન્નસેવાને મજબૂત બનાવવા બુધવારે જય અંબે
તિથિ ભોજન યોજનાનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા મંદિર ટ્રસ્ટ દ્વારા થયો હતો.
કલેક્ટરે ભક્તોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. પ્રથમ જ દિવસે દાતાઓના સહયોગથી રૂ.30
કરોડથી વધુ રકમ એકત્ર થઈ હતી. અંબિકા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો યાત્રાળુઓને ભોજન
પ્રસાદ અપાય છે. રૂ.1.51 લાખ દાન આપનાર દાતા નિશ્ચિત તિથિના મુખ્ય દાતા બનશે. દાતાઓ
જન્મદિવસ, પુણ્યતિથિ કે લગ્ન પ્રસંગે જોડાઈ શકે છે.