• બુધવાર, 18 માર્ચ, 2026

ગુજરાતમાંથી રોકેટ લોન્ચ થવાની શક્યતા, દિવ અને કોડિનાર વચ્ચેની જગ્યા યોગ્ય

મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 17:  ગુજરાતમાં ટૂંક સમયમાં ઐતિહાસિક ઘટના બનવા જઇ રહી છે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં જેટલા રોકેટ લોન્ચ કરવામાં આવ્યા છે તે શ્રી હરિકોટથી લોન્ચ કરાયા છે  પરંતુ ગુજરાતમાંથી પણ હવે રોકેટ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા ઊભી થઇ છે.  રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું કે, કોડિનાર અને દિવ વચ્ચેની જગ્યા રોકેટ લોન્ચ કરવા માટે યોગ્ય હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે. નોંધનીય છે કે ઇસરો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં ઉપરોક્ત બે સ્થળની વચ્ચે જગ્યા યોગ્ય હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30 અને ઇલેક્ટ્રોનિક્સ હબ વિશે વિગતો આપતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30’ જાહેર કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર આ સેક્ટરમાં ડિઝાઇન, ઉત્પાદન અને સેટેલાઈટ એપ્લીકેશન માટે રોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક