જય વસાવડા, દેવકી, સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી તુષારિકા એક મંચ પર, શબ્દોને મળશે યુવા ગાયિકા ચૈતાલી છાયાના સૂરનો સથવારો
ધોળકિયા સ્કૂલમાં આયોજન : ત્રણ
પેઢીના મનની વાતો કરશે ગુજરાતના ખ્યાતનામ વક્તાઓ
20 વર્ષથી 60 વર્ષના લોકો માટે
ખૂલશે વાતોનો ખજાનો
રાજકોટ તા.21: રાજકોટમાં ફૂલછાબ
તા. 27 માર્ચે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજી રહ્યું છે. ટીન એજથી લઇને તેમના દાદા દાદી
બધા જ એકસાથે બેસીને માણી શકે, સાંભળી શકે તેવી આ ગોઠડીને નામ અપાયું છે, વહાલના વાવેતર.
150 રીંગરોડ પર બાલાજી હોલ પાસે આવેલી કે.જી. ધોળકિયા સ્કુલના ઓડિટોરિયમમાં રાત્રે
8.30એ યોજાનાર આ કાર્યક્રમમમાં પ્રવેશ વિનામૂલ્યે છે પરંતુ તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ
ગયું છે. આખો પરિવાર સાથે આ કાર્યક્રમ માણી શકશે. ફૂલછાબે સત્વરે કાર્યક્રમમાં નોંધણી
કરાવવા અનુરોધ કર્યો છે. તા. 27મી માર્ચ આમ તો વિશ્વ રંગભૂમિ દિવસ છે, આ દિવસે રાજકોટમાં
વાતોના, વિચારોના અવનવા રંગોની છોળ ઊડશે. વહાલના વાવેતર કાર્યક્રમમાં જાણીતા ચિંતક-
સૂફી વિચાર અને ખલિલ જિબ્રાનના અભ્યાસી સુભાષ ભટ્ટ, વક્તા- લેખક જય વસાવડા, નાટય અભિનેત્રી
દેવકી, તુષારિકા રાજ્યગુરુ અને વક્તા નેહલ ગઢવી જેન-ઝી થી જેન-એક્સને ગમે તેવી રસપ્રદ,
રસાળ વાતો કરશે. 20 થી લઈને 60 વર્ષની વયની પેઢીનો સંગમ મંચ ઉપર થશે. સાથે જ ચૈતાલી
છાયા આ ગોષ્ઠિમાં ગીતોના રંગ પૂરશે.
ફૂલછાબનો આ કાર્યક્રમ તદ્દન વિનામૂલ્યે
છે. શક્ય તેટલું વહેલું રજિસ્ટ્રેશન કરાવી લેવું આવશ્યક છે. વિવિધ દેશોમાં જેઓ પોતાની
પ્રતિભા-વાણીનો લાભ આપી ચૂક્યા છે તેવા વક્તાઓ એકસાથે એક મંચ ઉપર આવી રહ્યા છે. રાજકોટના
યુવાનોમાં આ કાર્યક્રમનો ઉત્સાહ છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે.