રાજકોટ ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ બક્ષીપંચ અનામત રહેશે
જઈ માટે દેવભૂમિ દ્વારકા અને વાવ-થરાદ
: જઝ માટે આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા અનામત રખાયાં
અમદાવાદ/ગાંધીનગર,
રાજકોટ તા.27 : ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત પ્રમુખ પદોની આવનારી ચૂંટણીને ધ્યાનમાં
રાખીને રાજ્ય સરકાર દ્વારા રોટેશન મુજબ અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે
વિકાસ કમિશનર હિતેશ કોયા દ્વારા સત્તાવાર ગેઝેટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતને લાગૂ પડે છે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી
વર્ષ બક્ષીપંચના પ્રમુખ રહેશે જ્યારે તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિના ત્રી પ્રમુખ
નિયુક્ત કરવાના રહેશે.
ગુજરાત
રાજ્યમાં જિલ્લા પંચાયત પ્રમુખ પદોની કુલ 34 સીટો માટે રોટેશન મુજબ અનામત ફાળવણી કરવામાં
આવી છે. જેમાં અનુસૂચિત જાતિ (જઈ) માટે 2 જિલ્લા પંચાયત, અનુસૂચિત જનજાતિ (જઝ) માટે
8 જિલ્લા પંચાયત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (જઊઇઈ) માટે 7 જિલ્લા પંચાયત
તેમજ બાકીની 17 જિલ્લા પંચાયત સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે દરેક
અનામત વર્ગમાં મહિલાઓ માટે પણ 50%ના પ્રમાણમાં સીટો ફાળવવામાં આવી છે, જેથી સ્થાનિક
સ્વરાજ્ય સંસ્થાઓમાં વિવિધ વર્ગોનું સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે.
જાહેરનામા
મુજબ રાજકોટ જિલ્લા પંચાયત માટે બક્ષીપંચના પ્રમુખ રહેશે. રાજકોટ જિલ્લા પચાંયત તથા
તાલુકા પંચાયતની મુદ્દત ગત તા.16 માર્ચના રોજ પૂર્ણ થઈ છે અને ત્યારથી વહીવટદાર શાસન
લાગૂ થયું છે. ગત ટર્મમા પ્રથમ પુરુષ સામાન્ય અને ત્યારબાદ ત્રી સામાન્ય પ્રમુખ હતાં.
પ્રથમ પ્રમુખ ભૂપત બોદર રહ્યાં હતાં અને ત્યારબાદ અઢી વર્ષ માટે પ્રવીણાબેન રંગાણીએ
પ્રમુખપદની જવાબદારી સંભાળી હતી હવે બક્ષીપંચના પ્રમુખ નક્કી કરવામાં આવ્યાં છે એટલે
કે નવી ચૂંટણી પછી આહિર, કોળી કે બક્ષીપંચમાં આવતી અન્ય જ્ઞાતિમાંથી ચૂંટાયેલા સભ્યોને
પ્રમુખપદ માટે સ્થાન મળી શકે છે.
જાહેરનામા
મુજબ જઈ માટે દેવભૂમિ દ્વારકા અને વાવ-થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ અનામત રાખવામાં
આવ્યા છે, જ્યારે જઝ માટે આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લાઓ
અનામત રાખવામાં આવ્યા છે. જઊઇઈ માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર,
વડોદરા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત
સામાન્ય વર્ગ માટે અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર,
ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદર
સહિતના જિલ્લાઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાની તાલુકા પંચાયતોમાં વાંકાનેર
તાલુકા પંચાયત પ્રમુખ પદ બક્ષીપંચ, મોરબી અને હળવદ તાલુકા પંચાયત સામાન્ય ત્રી અનામત
તેમજ ટંકારા અને માળિયા-મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખપદ સામાન્ય ઉમેદવાર માટે જાહેર
કરવામાં આવ્યાં છે.