અમદાવાદ તા.27: આઇપીએલમાં ઇમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ વધી રહ્યો છે. પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે તેના વિરોધમાં નિવેદન કર્યું હતું. હવે તેમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે સૂર પુરાવ્યો છે. ઇમ્પેકટ પ્લેયરના નિયમમાં બન્ને ટીમ પાસે એક ખેલાડીને બહાર કરીને બીજા ખેલાડીને રમાડવાની છૂટ મળે છે. આ ખેલાડી બોલિંગ કે બેટિંગ કરી શકે છે. આથી આઇપીએલમાં ઓલરાઉન્ડર્સનું મહત્વ ઘટી ગયું છે. આ નિયમનો અગાઉ રોહિત શર્મા, હાર્દિક પંડયા, આર. અશ્વિન સહિતના ઘણા ખેલાડી વિરોધ કરી ચૂકયા છે. હાલ બીસીસીઆઇએ આ નિયમ આઇપીએલની 2027 સીઝન સુધી યથાવત્ રાખ્યો છે.
ગુજરાત
ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલે પત્રકાર પરિષદમાં કહ્યંy કે અંગત રીતે મારૂ માનવું છે
કે ઇમ્પેકટ પ્લેયરનો નિયમ હોવો જોઇએ નહીં. આથી મેચ એકતરફી બની જાય છે. ક્રિકેટ 11 ખેલાડીની
રમત છે. તેમાં વધારાનો એક બેટર કે બોલર જોડવાથી કૌશલનું મહત્વ ઘટી જાય છે.
ટીમ
ઇન્ડિયાની ટી-20 ટીમની બહાર થનાર ગિલે કહ્યંy આઇપીએલની આ સીઝનમાં મારે કાંઇ સાબિત કરવાની
જરૂર નથી. પાછલા ત્રણ-ચાર સત્રના મારા રન જોશો તો મને લાગે છે કે આઇપીએલમાં મારા સારા
રન છે. મેં એક બેટધર તરીકે સંતોષજનક દેખાવ કર્યોં છે.