સેમિનારમાં સ્માર્ટ બચત, સાયબર સુરક્ષા, ઈમરજન્સી ફંડ, સરકારી યોજના અને ડિજીટલ લોકર વિષે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પડાશે
રાજકોટ
તા.27 : ફૂલછાબ અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા.28ને
શનિવારે સાંજ પાંચ કલાકે ‘રસોડાના ડબ્બાની બચતને આપો, પ્રગતિની પાંખો’ શિર્ષક હેઠળ
સ્માર્ટ ગૃહિણી સેમિનાર રાજકોટ નાગરિક સહકારી બેન્ક, અરવિંદભાઈ મણિયાર ઓડિટોરિયમ, રૈયા
ચોકડી, મોદી સ્કૂલ સામે યોજાશે.
સેમિનારમાં
સ્માર્ટ બચતનું જાદુઈ ગણિત જેમ કે, શાકભાજી કે ઘર ખર્ચમાંથી રોજની રૂ.20 થી રૂ.50ની
નાની બચત કેવી રીતે મોટુ ભંડોળ બની શકે ?, સાયબર સુરક્ષા જેમાં ઓટીપી કે, ફેક વોટ્સએપ
લિંકથી બેંક ખાતુ ખાલી થતું કેવી રીતે અટકાવવું ? આ ઉપરાંત મુશ્કેલીના સમયે કોઈ પાસે
હાથ ન ફેલાવવો પડે તે માટે ઈમરજન્સી ફંડ કેવી રીતે ઉભુ કરવું ? બેન્ક, સોનું અને મિલકતમાં
વારસદાર રાખવાની સાચી રીત, દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ અને મુદ્રા લોનનો લાભ કેવી
રીતે લેશો ?
આ ઉપરાંત આધાર કાર્ડ, પાનકાર્ડ અને દસ્તાવેજોને ડિજીટલ
લોકરના માધ્યમથી સુરક્ષિત રાખવાની રીતે વિષે ઈમરજન્સી ફંડના મેનેજર ચાંદની પારેખ, સિનિયર
એક્ઝીક્યુટીવ (નોમિનેશન) ધારા ઘિયા, સ્મોલ સેવીંગના સિનિયર એક્ઝીક્યુટીવ રુત્વી વોરા
તેમજ ડીજીટલ લોકરના સિનીયર એક્ઝીક્યુટીવ રીતી શાહ માર્ગદર્શન પુરુ પાડશે. ખાસ કરીને
સાયબર ક્રાઈમ વિષે પીઆઈ બી.બી.જાડેજા સેમિનારમાં ઉપસ્થિત લોકોને સમજણ પૂરી પાડશે.