• શનિવાર, 28 માર્ચ, 2026

કેનેડામાં ખાલિસ્તાનીઓ ઉપર નકેલ : ઝંડા ફરકારવવા ઉપર પ્રતિબંધ હાઉસ ઓફ કોમન્સમાં ખરડો પસાર : મંદિરોની બહાર ઉપદ્રવ બદલ થશે જેલ

નવી દિલ્હી, તા. 27 : કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેના હેઠળ બબ્ર ખાલસા જેવા ખાલિસ્તાની સમુહોના ઝંડાર અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન કરવું ગેરકાનૂની બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો અપરાધની શ્રેણીમાં આવશે.

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વની કેનેડાની લિબરલ સરકારનો રાજનીતિક રીતે વિવાદાસ્પદ ધૃણા વિરોધી ખરડો (એન્ટી હેટ બિલ) હાઉસ ઓફ કોમન્સમાંથી પસાર થઈ ચૂક્યો છે અને હવે તેને મંજૂરી માટે સેનેટમાં મોકલવામાં આવશે. આ બિલને કોમ્બેટિંગ હેટ એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ ખરડા હેઠળ અમુક વિશેષ ધૃણા અથવા આતંકવાદ સંબંધિત પ્રતીકોનો ઉપયોગ કરીને સાર્વજનીક રૂપથી અમુક સમૂહો સામે જાણીજોઈને નફરતને પ્રોત્સાહન આપવું અપરાધ માનવામાં આવશે. ખરડો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવા અને ખુલ્લેઆમ ખાલિસ્તાની સાહિત્વ વિતરીત કરીને આતંકવાદનું મહિમામંડન કરવા ઉપર સખત પ્રતિબંધ મુકે છે.

આ બિલ લાગુ થવાથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન જેવા સંગઠનો માટે સાર્વજનિક રૂપથી કામ કરવું ખુબ મુશ્કેલ બની જશે. આ બન્ને સંગઠનને ભારત અને કેનેડામાં આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યા છે. લિબરલ પાર્ટીને બ્લોક ક્યુબેકોઈસનું એક વિશેષ શરતે સમર્થન મળ્યું છે. જેમાં એક એવી જોગવાઈ સામેલ કરવામાં આવી છે કે કેનેડાના હેટ સ્પીચ કાયદામાંથી ધાર્મિક છૂટને ખતમ કરશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક