• શનિવાર, 28 માર્ચ, 2026

પશ્ચિમ એશિયાની હોટલોને ઈરાને આપ્યું અલ્ટીમેટમ અમેરિકી સૈનિકો રોકાયા હોય તેવી હોટલો ઉપર હુમલા થશે

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા દ્વારા અમુક દિવસ હુમલા ન કરવાનું એલાન થયું છે પણ ઈરાન તરફથી આવો કોઈ સંકેત મળ્યો નથી. ઈરાને હવે કહ્યું છે કે પશ્ચિમ એશિયાની જે હોટલોમાં અમેરિકી સૈનિકો રોકાયા છે તેને નિશાન બનાવવામાં આવશે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે પુરા ક્ષેત્રમાં જે હોટલોમાં અમેરિકી સૈનિકો રોકાયા છે તે યુદ્ધમાં નિશાને રહેશે અને એક એક ઉપર હુમલા કરવામાં આવશે. ઈરાને પશ્ચિમ એશિયાની હોટલોના માલિકને અલ્ટીમેટમ આપ્યું છે કે અમેરિકી સૈનિકોને હોટલમાં ન રાખે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકી સૈનિકો ઉપર ખાડી સહયોગ પરિષદ દેશના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગમાં લેવાનો આરોપ મુકયો હતો. એક્સ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે, આ યુદ્ધની શરૂઆતથી જ અમેરિકી સૈનિક જીસીસીમાં પોતાના મિલિટ્રી બેઝ છોડીને હોટલ અને કચેરીઓમાં છુપાયેલા છે. તેમણે ક્ષેત્રની હોટલોને અપીલ કરી હતી કે અમેરિકી સૈનિકોને જગ્યા ન આપે. ખાસ કરીને યુએઈ અને બહરીન માટે આકરી ચેતવણી આપી હતી.

ઈરાનના નવા સુપ્રીમ લીડર સમલૈંગિક છે : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 27 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એક વખત ઈરાન મુદ્દે વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓને સીઆઈએએ જાણકારી આપી છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સમલૈંગિક (ગે) છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પને સવાલ કરાયો હતો કે શું સીઆઈએ દ્વારા કહેવાયું છે કે મોજતબા ખામેનેઈ ગે છે ? જેનો જવાબ આપતા કહ્યું હતું કે હા આવી જાણકારી આપી છે.

તહેરાનમાં પાક. દૂતાવાસ પાસે ધડાકો

ઈરાનની રાજધાની તહેરાનમાં પાકિસ્તાની દૂતાવાસ અને ત્યાં તૈનાત રાજદૂતનાં આવાસ પાસે વિસ્ફોટનાં સમાચાર આવી રહ્યાં છે. અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણથી શરૂ થયેલી જંગને હવે 28 દિવસ થઈ ગયા છે ત્યારે આ હુમલો થયો છે.  સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તહેરાનમાં મોજૂદ બધા પાકિસ્તાની રાજદ્વારીઓ સલામત છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026