• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 6: રાજ્યમાં છેલ્લા છ દિવસ દરમિયાન દિવસ તીવ્ર ગરમીનો પ્રકોપ અનુભવાયો છે. જ્યારે સાંજ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે. કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદ પણ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 7 એપ્રિલના રોજ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ તેમજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર ત્રણ દિવસ દરમ્યાન રાજ્યના મહતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર પછી તાપમાનમાં ધીમે-ધીમે 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાય તેવી પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક