નાના સિલિન્ડર મેળવવા માટેનાં નિયમોને સરળ કરાયા: કોઈપણ ફોટો આઈડી બતાવીને ખરીદી શકાશે
નવીદિલ્હી,તા.6:
મધ્યપૂર્વમાં વધતા યુદ્ધ-તનાવ અને ઉર્જા પુરવઠાની સાંકળમાં આવતી સમસ્યાઓ વચ્ચે કેન્દ્ર
સરકાર પાંચ કિલોગ્રામનાં એલપીજી સિલિન્ડરનાં વેંચાણ માટેનાં નિયમોમાં રાહત આપતાં આસાન
બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ સરનામાનાં પુરાવા વગર પણ નાનો ગેસનો બાટલો ખરીદી શકશે.
પેટ્રોલિયમ
મંત્રાલયનાં જણાવ્યા અનુસાર આ પગલું પ્રવાસી મજૂરો અને જેમનું કોઈ સ્થાયી સરનામુ નથી
તેવા લોકો માટે ભરવામાં આવ્યું છે. હવે ગ્રાહક અધિકૃત ડિસ્ટ્રીબ્યુટર પાસેથી કોઈપણ
એક ફોટો ઓળખપત્ર બતાવીને નાનો ગેસ સિલિન્ડર મેળવી શકશે.
મંત્રાલયે
સ્પષ્ટ કર્યુ છે કે, પ કિલોવાળા ફ્રી ટ્રેડ એલપીજી(એફટીએલ) સિલિન્ડર ખરીદવા માટે હવે
ઘણાં બધાં દસ્તાવેજી પુરાવાની
આવશ્યકતા
નહીં રહે. ગ્રાહક આધારકાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર જેવા ડોક્યુમેન્ટ બતાવીને પણ
સિલિન્ડર મેળવી શકશે. આ બાટલો જેટલી વખત કરાવવો હોય એટલી વખત રીફિલ પણ કરાવી શકાશે.
સરકારી
આંકડા અનુસાર 23 માર્ચથી અત્યાર સુધીમાં 6.6સ લાખ નાના સિલિન્ડરનું વેચાણ થયું છે.
જેમાં 4 એપ્રિલનાં એક જ દિવસમાં 90 હજાર યુનિટ વેંચાયા હતાં.