પશ્ચિમ બંગાળમાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ મામલે સુપ્રીમની આકરી ટિપ્પણી : NIAએ બંધ કવરમાં પ્રારંભિક સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો
નવી
દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર અધિકારીઓને ધમકી આપવાના બનાવમાં
આકરી ટિપ્પણી કરી છે. સોમવારે અદાલતે કહ્યું હતું કે, જો રાજ્યની મશીનરી વિફળ જશે તો
અદાલત જોશે કે શું કરવું છે. સુનાવણી દરમિયાન એનઆઇએએ એક સિલબંધ કવરમાં પ્રારંભિક સ્ટેટસ
રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. અગાઉ બુધવારે કથિત રીતે મતદાર યાદીમાંથી નામ
હટાવવાના વિરોધમાં માલદાના મોથાબાડીમાં તનાવ ફેલાયો હતો. નારાજ મતદાતાઓ દ્વારા આખો
દિવસ સડક જામ કરીને મતદાન અધિકાર બહાલ કરવાની માગણી કરી હતી.
રિપોર્ટ
અનુસાર રાત્રીના સમયે પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને પ્રદર્શન દરમિયાન ન્યાયિક અધિકારીઓનો
ઘેરાવ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે હસ્તક્ષેપ કરીને સાત અધિકારીઓને સુરક્ષિત બહાર
કાઢયા હતા.