- ભાજપના સ્થાપના દિવસે કાર્યકરોને સંબોધિત કરતા પીએમ મોદીએ બતાવ્યો આગળનો પ્લાન
નવી
દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના સ્થાપના દિવસે પક્ષ કાર્યકરોના
સમર્પણ અને બલિદાનને નમન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓએ કટોકટી
અને કોંગ્રેસના શાસનકાળનાં દમનથી લઈને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં રાજનીતિક હિંસા
સહિત દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે. જેથી પક્ષને મજબૂત બનાવી શકાય અને દેશની સેવા
કરી શકાય. સંબોધન દરમિયાન પીએમ મોદીએ આગળની યોજના બતાવી હતી. જેમાં કહ્યું હતું કે,
ટ્રિપલ તલાક, સીએએ અને રામ મંદિર નિર્માણ જેવા લક્ષ્યો પૂરા થયા છે અને હવે આગામી નંબર
યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન, વન ઇલેક્શનનો છે.
ભાજપની
સરકારમાં લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશ જાણે છે કે
દરેક પડકારનો સામનો ભાજપ ઈમાનદારીથી કરે છે અને આગળ પણ કરશે. પહેલા પણ સકારાત્મક પરિણામ
મળ્યાં છે અને આગળ પણ મળશે. અંગ્રેજોના સમયના કાયદાઓનો અંત, ટ્રિપલ તલાક ઉપર રોક, સીએએ,
અયોધ્યામાં રામ મંદિરનું નિમાર્ણ સહિતના અનેક કામ ભાજપના ઈમાનદાર પ્રયાસોનું પરિણામ
છે. આ મિશન હજી પણ ચાલુ છે. યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શન જેવા તમામ
વિષય ઉપર દેશમાં ગંભીર ચર્ચા થઈ રહી છે.
વીડિયો
કોન્ફરન્સ મારફતે સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા જનતા સંબંધિત
મુદ્દાને ઉઠાવવામાં ક્યારેય પાછળ હટતા નથી. તેઓને દ્રઢ વિશ્વાસ હતો કે જે આકરી મહેનત
કરી રહ્યા છે તેનાથી ભારતનું ભવિષ્ય વધારે સારું બનશે. આ જ કારણે કાર્યકર્તાઓએ દરેક
મુશ્કેલીનો સામનો કર્યો છે. ઘણા કાર્યકરોએ તો પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે. રાજનીતિક
સંઘર્ષના શરૂઆતી દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, 1984નો સમય ક્યારેય ભૂલી શકાય નહીં
જ્યારે કોંગ્રેસે રેકોર્ડ સીટ જીતી હતી અને પછી જનતા સાથે દગો કર્યો હતો. બાદમાં લોકોનો
વિશ્વાસ ભાજપ ઉપર ધીરે ધીરે વધ્યો હતો.