• સોમવાર, 06 એપ્રિલ, 2026

આક્રમકતા જ સ્પિનર્સની ઓળખ : કુલદીપનો તર્ક

નવી દિલ્હી, તા.પ : ટી-20 ફોર્મેટમાં હવે 200 રન સુરક્ષિત સ્કોર રહ્યો નથી. આથી ફાસ્ટ બોલર હોય કે સ્પિનર હોય. તેમના આંકડા પ્રભાવિત થઈ રહ્યા છે. આથી તેમની માનસિકતા પર અસર પડે છે. આમ છતાં ભારતના ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે સ્પિનરે તેની આક્રમકતા છોડવી જોઇએ નહીં. ભલે કેટલો પણ માર પડતો હોય.

મુંબઇ ઇન્ડિયન્સ સામેની જીત પછી દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવે જણાવ્યું કે સ્પિનર્સ માટે મહત્ત્વનું એ છે કે તેઓ તેમની તાકાત પકડીને રાખે જ્યારે બેટધર બોલર પર દબાણ બનાવે છે ત્યારે બોલર સુરક્ષિત વિકલ્પ શોધે છે, પણ મારું માનવું છે કે સ્પિનર તેની તાકાત પર ધ્યાન આપે અને પરિસ્થિતિ હિસાબે બોલિંગ કરે. પોતાની આક્રમકતા ભૂલે નહીં કારણ કે એ જ તમારી ઓળખ છે. તમે ટીમને વિકેટ કાઢીને આપો. આથી વધુ સારું શું છે ? ક્યારેક આપે વિકેટ માટે માનસિકતા આક્રમક બનાવવી પડે છે, તેમ કુલદીપે જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કુલદીપ યાદવ ભારતની ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. જો કે ટી-20 વિશ્વ કપમાં તેને ફક્ત 1 મેચ રમવાનો જ મોકો મળ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક