-હંગામી યુદ્ધવિરામનાં બદલામાં હોર્મુઝ ખોલવા ઈરાનનો નનૈયો: પાકે. આપેલો શાંતિ પ્રસ્તાવ ઠુકરાવ્યો -ટ્રમ્પે આપેલા અલ્ટીમેટમની અવધિ આજે પૂર્ણ થશે : યુદ્ધ વધુ ભડકશે?
નવી
દિલ્હી, તા.6: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે
ઈરાનને આપેલા અલ્ટીમેટમની અવધિ પૂરી થવા આડે હવે એક જ દિવસ બચેલો છે અને આખી દુનિયાનો
જીવ ઉચક થયેલો છે ત્યારે ફરી એકવાર ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, કામચલાઉ યુદ્ધવિરામનાં
બદલામાં તે હોર્મુઝ ખોલવા તૈયાર નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતાનાં પ્રયાસ કરતાં
પાકિસ્તાન તરફથી આપવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ઈરાને નકારી કાઢ્યો છે. જેનાં હિસાબે
યુદ્ધ વધુ ભડકે તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વધુ એક મોટા ઝટકામાં ઈરાની સેના આઈઆરજીસીનાં
ગુપ્તચર સંગઠનનાં પ્રમુખ માજિદ ખાદેમીનું પણ અમેરિકા અને ઈઝરાયલનાં હુમલામાં મૃત્યુ
નીપજ્યું છે. ઈઝરાયલે આજે ઈરાનમાં અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ભીષણ હુમલા કર્યા
હતાં. જેમાં બુશહરમાં ઈરાનનાં મોટા નૌસેના મથકને નિશાન બનાવાયું હતું. આટલું જ નહીં
ઈરાનનાં સૌથી મોટા ગેસ ક્ષેત્ર સાઉથ પાર્સ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ દુનિયાનું
સૌથી મોટું ગેસ ફીલ્ડ છે અને ઈરાનને આનાથી મોટો આર્થિક ફટકો પડી
શકે
છે.
ઈઝરાયલે
આજે કરેલા શક્તિશાળી હુમલાઓમાં તેહરાન પાસે ત્રણ એરપોર્ટ ઉપર ભારે બોમ્બમારો કરવામાં
આવ્યો હતો. જેમાં વિમાન, હેલિકોપ્ટર સહિતનાં સૈન્ય સાધન-સરંજામોને નિશાન બનાવવામાં
આવ્યા હતાં. બુશહરમાં નૌસેનાનાં મથકમાં પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
ઈરાને
આજે શાંતિ પ્રસ્તાવ ઠુકરાવતાં કહ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલ તરફથી થઈ રહેલા મોટા
હુમલાઓ વચ્ચે તે અમેરિકા સાથે વાટાઘાટમાં સીધુ જોડાવા માગતું નથી. આજે અમેરિકા અને
ઈઝરાયલે કરેલા હુમલાઓમાં ઈરાનમાં છ બાળક સહિત કુલ 34 લોકોનાં મૃત્યુ થયા હતાં. ઈરાને
કહ્યું છે કે, અલ્ટીમેટમ સામે કોઈપણ હિસાબે ઝૂકવામાં નહીં આવે અને જો અમેરિકા, ઈઝરાયલ
તરફથી ઈરાનનાં વીજમથકો અને પુલોને નિશાન બનાવવામાં આવશે તો ઈરાન પણ એવા જ ખતરનાક જવાબી
હુમલા કરશે. પાર્સ ગેસ ક્ષેત્ર ઉપર હુમલા પછી ઉશ્કેરાયેલા ઈરાને ધમકી આપી હતી કે, તે
વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવી નાખશે અને હોર્મુઝ સીવાયનાં અન્ય સમુદ્રી માર્ગોને પણ નિશાન
બનાવી શકે છે. જેનાં હિસાબે હવે બાબ-અલ-મંદેવ જેવા મહત્વનાં સમુદ્રી માર્ગો પણ ખતરામાં
આવી ગયા છે.
દરમિયાન
ઈઝરાયલમાં આજે હાઈફામાં ઈરાને મિસાઈલનો મારો કર્યો હતો અને આમાં 4 લોકોનાં મૃત્યુ થયા
હતાં. આવી જ રીતે ઈરાને ખાડી દેશોમાં પણ પ્રહાર ચાલુ રાખ્યા છે. જેમાં કુવૈતમાં પાણીનાં
પ્લાન્ટ અને ઓઈલ મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. બહેરીનમાં પણ ઓઈલ મથક ઉપર ઈરાને
હુમલો કર્યો હતો.
પાકિસ્તાન
તરફથી જે શાંતિ પ્રસ્તાવ અમેરિકા અને ઈરાનને આપવામાં આવ્યો હતો તેમાં 4પ દિવસનાં યુદ્ધવિરામ
અને હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ હતો. આ પ્રસ્તાવ પાકે. તુર્કી અને ઈજિપ્ત સાથે મળીને
તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવ અનુસાર 4પ દિવસનાં યુદ્ધવિરામથી બન્ને પક્ષને યુદ્ધ સમાપ્ત
કરવા માટે વ્યાપક વાટાઘાટનો સમય મળી રહેશે અને તેનાથી હંગામી યુદ્ધવિરામ પણ શક્ય બનશે.