• શનિવાર, 23 મે, 2026

રાજ્યસભામાં ખાલી થતી ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર

રામભાઈ મોકરીયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાની મુદત થાય છે પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 22: ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની બેઠકોની મુદત આગામી તારીખ 21.06. 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી પડનારી ચાર બેઠકો ભરવા માટે 18.6.2026ના રોજ ચૂંટણી યોજાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મુદત પૂર્ણ કરતા સભ્યોમાં  રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તાસિંહજી હરિચંદ્રાસિંહજી, રમીલા બેચરભાઈ બારાનો સમાવેશ થાય છે.

ચૂંટણી કાર્યક્રમનો વિગતો જોઇએ તો જાહેરનામું પ્રસિદ્ધ 1.6.2026ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ  08.06.2026 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 09.06.2026ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11.06.2026 રહેશે. મતદાન સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી થશે. તેમજ મતગણતરી 18.6.2026ના રોજ હાથ ધરાશે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરાયેલા દિશાનિર્દેશો અનુસાર સંપૂર્ણ પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જરૂરી વહીવટી સજ્જતા અને આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક