એરબસ 320 ઉતરી શકે તેવો 2500 મીટરનો રનવે બનાવાશે, અત્યાધુનિક ટર્મિનલનું થશે નિર્માણ, પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અને કાર્ગોની પણ સુવિધીં
જૂનાગઢ
તા.11 : જૂનાગઢ જિલ્લાના એકમાત્ર અને પ્રવાસન કેન્દ્રોની મધ્યમાં આવેલા કેશોદ એરપોર્ટનો
રૂ.363 કરોડના ખર્ચે કાયાકલ્પ કરાશે સાથે પાયલોટ ટ્રાનિંગ ઇન્સ્ટિટયૂટ તરીકે પણ વિકસાવશે.
આ ઉપરાંત રન વે 2500 મીટર કરવામાં આવશે જેના કારણે અહીંયા કાર્ગો વિમાન પણ ઉતરી શકશે
આ નિર્ણયથી પ્રવાસન અને નિકાસને વેગ મળશે.
જૂનાગઢ
જીલ્લો પ્રવાસનનુ હબ ગણાય છે અહીં પર્વત, સમુદ્ર કિનારો, સાવજ અને કેસર કેરી તરીકે
સોરઠ પંથક ઓળખાય છે તેમાં જિલ્લાનું એકમાત્ર કેશોદ એરપોર્ટ વર્ષોથી કાર્યરત છે, પરંતુ
એરલાઇન્સ ની ફ્રિકવન્સી ના અભાવે આ એરપોર્ટ સુષુપ્ત અવસ્થામાં હોવાથી જૂનાગઢ જિલ્લા
ઉપરાંત અન્ય જિલ્લાના પ્રવાસીઓ અને કેસર કેરી સહિતની ચીજોના નિકાસમાં મુશ્કેલી વેઠવી
પડતી હતી.
આ એરપોર્ટને
વિકસાવવા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતનાઓએ ઉચ્ચ
કક્ષાએ રજૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટથી પરિચિત હોઈ તેમ જ પ્રવાસનને
વેગ આપવા ઈચ્છતા હોય તેથી થોડા સમય પહેલા સોરઠના પ્રવાસે આવેલ ત્યારે કેશોદને મોટી
ભેટ આપવાની જાહેરાત કરી હતી.
તે
મુજબ કેશોદ એરપોર્ટની કાયાપલટ કરવા રૂપિયા 363 કરોડના ખર્ચે કાર્ગો એરપોર્ટ સાથે પાયલોટ ટ્રાનિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ કરવા મંજૂરી
પણ એવિયેશન દ્વારા આપવામાં આવી છે.
કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે એવિએશન દ્વારા
કાર્ગો એરપોર્ટ તરીકે વિકસાવવાની મંજૂરી મળી ગઈ છે, રવવે 2500 મીટર બનાવવાની કામગીરી
હાથ ધરવામાં આવી છે. જેથી અહીંયા એર બસ 320 પણ ઉતરી શકશે. ઉપરાંત અહીં પાયલોટ ટ્રેનીંગ
ઇન્સ્ટિટયૂટ પણ બનાવાશે.