પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા થીમ હેઠળ 2 દિવસમાં 19 સેમિનાર યોજાશે; દેશ-િવદેશના 151 નિષ્ણાતો આપશે હાજરી
વડોદરા,
તા.28 : મધ્ય ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે વડોદરાની
જીએસએફસી યુનિવર્સિટી ખાતે 29 અને 30 જૂન દરમિયાન બે દિવસીય પ્રાદેશિક કક્ષાની ‘વાઇબ્રન્ટ
ગુજરાત સમિટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની
વિશેષ થીમ હેઠળ યોજાનારી આ પરિષદમાં દેશ-િવદેશના 151 જેટલા ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિજ્ઞાનીઓ
અને નીતિ નિર્ધારકો અલગ-અલગ 19 સેમિનારમાં પોતાના વિચારો રજૂ કરશે.
સમિટમાં
ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોગ્રેસિવ વિભાગો દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજી સંબંધિત
સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ડીએસટી દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં આઇબીએમ
ઇન્ડિયાના ડાયરેક્ટર ડૉ. અમિત સિંઘી અને આઇઆઇટી ગાંધીનગરના પ્રોફેસર અનઘ ભૌમિક સહિતના
નિષ્ણાતો ગુજરાતને આગામી ટેક્નોલોજિકલ ક્રાંતિ માટે સજ્જ કરવા અંગે માર્ગદર્શન આપશે.
તેમજ ‘ફ્રોમ પોર્ટ ટુ ફેબ’ વિષય હેઠળ યોજાનાર
રાઉન્ડ ટેબલમાં ઇસરોના પૂર્વ ડાયરેક્ટર નિલેશ દેસાઈ તેમજ સિંગાપોર અને બેલ્જિયમના વૈશ્વિક
પ્રતિનિધિઓ મજબૂત સપ્લાય ચેઈન બનાવવા પર ચર્ચા કરશે. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ
બાવળિયાની અધ્યક્ષતામાં આગામી દાયકા માટે સ્કીલ્ડ વર્કફોર્સ (કૌશલ્યબદ્ધ યુવાધન) તૈયાર
કરવા પર મહત્વનો સેમિનાર યોજાશે.
સેન્ટ્રલ
ગુજરાતના હાર્દ સમાન સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરમાં દીપક મહેતા (દીપક ગ્રુપ) અને
સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ લિમિટેડ) જેવા દિગ્ગજો રોકાણની નવી તકો વિશે વાત કરશે. જ્યારે
બાયોઇકોનોમી હબના સેમિનારમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજરી આપશે. ઉર્જા
ક્ષેત્રે પાવરગ્રીડ અને આઈઆઈએમ ઉદયપુરના પ્રોફેસરો એનર્જી ટ્રાન્ઝિશન અને રિન્યુએબલ
એનર્જી વિશે મહત્વના લેક્ચર્સ આપશે.
ગુજરાત
પ્રવાસન દ્વારા આયોજિત ’િબયોન્ડ ધ મોન્યુમેન્ટ્સ’ સેમિનારમાં હેરિટેજ લીડર મહારાણી
રાધિકારાજે ગાયકવાડ ક્રાફ્ટ અને કલ્ચરલ ટૂરિઝમ પર પ્રકાશ પાડશે. આ સિવાય, ખેતીમાં આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સનો ઉપયોગ, કુદરતી ખેતી (નેચરલ ફાર્મિંગ), સ્ટાર્ટઅપ ઇનોવેશન, મરીન ઇકોનોમી
(િફશરીઝ) અને મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે ’સશક્ત ઉદ્યમી સંવાદ’ જેવા સત્રો
પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ
બે દિવસીય મહાકુંભથી માત્ર નવીનતમ ટેક્નોલોજીનું આદાન-પ્રદાન જ નહીં થાય, પરંતુ સ્થાનિક
સ્તરે હજારો રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખુલશે. આ સમન્વય ગુજરાતને
વૈશ્વિક લીડર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત કરશે.