• સોમવાર, 29 જૂન, 2026

વરસાદ ખેંચાતા જામનગર શહેરમાં પાણીના ધાંધિયા શરૂ છ ઝોનમાં દૈનિકના બદલે એકાંતરે પાણી વિતરણ

જામનગર, તા.28 : ગુજરાતમાં ચોમાસાની પધરામણી થયા બાદ હજુ માહોલ જામ્યો નથી. જૂન મહિનો પૂરો થવામા છે છતાં હજુ મેઘરાજાની પધરામણી થઇ નથી. ત્યારે જામનગર શહેરને 31 જુલાઈ સુધી પાણી વિતરણમાં કોઈ તકલીફ નહીં પડે તેવા સત્તાવાર નિવેદન પછી શહેરના જે છ ઝોનમાં દૈનિક પાણી વિતરણ કરાતું હતું, ત્યાં હવે એકાંતરે પાણી વિતરણ કરવાનો અમલ શરૂ કરવો પડયો છે. 

શહેરમાં એકાંતરે પાણી વિતરણ માંડ 3પ-40 મિનિટ કરવામાં આવે છે, તેમાં વળી ક્યાંક વાલ્વ બગડી જવો, રસ્તાના ખોદકામનાં કારણે લાઇનો તૂટવી, વીજપુરવઠો ખોરવાઈ જવો, ઉપરથી પાણીનો જથ્થો ઓછો આવવો જેવાં કારણોસર એકાંતરે પાણી વિતરણમાં પણ ક્યારેક એક વધુ દિવસનો ખાડો પડે છે અથવા 3-4 કલાક મોડું વિતરણ થાય છે. નર્મદાનું પાણી પર્યાપ્ત જથ્થામાં નિયમિત મળતું રહે તેમજ સૌની યોજના મારફત આજી, ઊંડ, રણજીતસાગર ડેમમાં પાણી ભરવામાં આવે તો સમસ્યા થોડી હળવી થઈ શકે અને વરસાદ ખેંચાય તો પણ એકાંતરે પાણી વિતરણમાં વિક્ષેપ પડે નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક