• ગુરુવાર, 02 જુલાઈ, 2026

અમદાવાદમાં 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ સેકંડોમાં તોડી પડાયો

અમદાવાદના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત નદીના પટમાં આવેલા ત્રણ સ્પાનનું ડિમોલિશન પૂર્ણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી અત્યંત સાવચેતી પૂર્વક હાથ ધરાઈ હતી. 53 વર્ષ જૂના આ બ્રિજને સેકંડોમાં જ તોડી પાડવામાં આવ્યો હતો. જૂના સુભાષબ્રિજને તોડી નવો બ્રિજ બનાવામાં આવશે. સ્પાનમાં તિરાડો જોવા મળતા બ્રિજ બંધ કરાયો હતો. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને સમગ્ર વિસ્તારને બેરિકાડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો હતો. બ્રિજની આસપાસ કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. 

ઇ-પેપરના નવા શુલ્ક