• ગુરુવાર, 02 જુલાઈ, 2026

હોર્મુઝમાં ટોલ ઉઘરાવવાની દિશામાં આગળ વધતા ઈરાન, ઓમાન

અમેરિકાને એક પ્રસ્તાવ પણ મોકલ્યો : જો લાગુ થાય તો દુનિયામાં જળમાર્ગે માલ પરિવહનની વ્યવસ્થા જ બદલાઈ જશે

નવીદિલ્હી,તા.1: અમેરિકાનાં વાંધા છતાં ઈરાન અને ઓમાન હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી-ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યાં છે.

અમેરિકાનાં મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અનુસાર ઈરાન અને ઓમાનનો આ વ્યૂહ જો લાગુ થઈ જાય તો દુનિયામાં ઉર્જા અને માલ પરિવહનની વ્યવસ્થામાં એક મોટો બદલાવ બની રહેશે. ઈરાન અને અમેરિકાનાં યુદ્ધ પહેલા આ જળમાર્ગમાંથી પસાર થવા માટે કોઈ જહાજ પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો ન હતો.

યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી નાખ્યો હતો અને અમેરિકાએ પણ પછી ઈરાનનું નાક દબાવવા માટે નાકાબંધી કરી નાખી હતી. જેનાં હિસાબે આખી દુનિયામાં ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. યુદ્ધવિરામ વખતથી ઈરાન કહેતું આવ્યું છે કે, તે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી વસૂલવા માગે છે.

અહેવાલો અનુસાર ઓમાને અમેરિકા અને તેનાં સહયોગી દેશોને એક પ્રસ્તાવ મોકલ્યો છે અને તેમાં સૂચન કરવામાં આવ્યું છે કે, હોર્મુઝમાંથી નીકળતા જહાજોએ એક નિશ્ચિત ફી ચૂકવવી જોઈએ.

ઓમાનનો આ પ્રસ્તાવ મલક્કા અને સિંગાપુર જળમાર્ગમાં અપનાવવામાં આવનાર વ્યવસ્થાથી પ્રેરિત છે. ત્યાં એક ખાનગી સંસ્થા જહાજો અને કંપનીઓ પાસેથી ફી વસૂલે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક