• મંગળવાર, 07 જુલાઈ, 2026

જેતપરમાં ઉપવાસી નેહુલ અમૃતિયાની તબીયત લથડી, સારવાર હેઠળ ખસેડાયાં


કિડની અને લીવરમાં સોજો હોવાનું ડોક્ટરોએ નિદાન કરતાં અંતે પારણા કરાવાયાં

 

મોરબી, તા.6 : જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઉપવાસીઓની અવારનવાર તબિયત લથડી હતી. નેહુલ અમૃતિયા અગાઉ પણ બીમાર પડતા હોસ્પિટલ ખસેડાયાં હતા, ગત રાત્રીના પણ તેઓ બેભાન થઈ જતાં જેતપર બાદ મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જેને પગલે ઉપવાસ આંદોલન પૂર્ણ કરી પારણાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ પાર્ટ-3ની જાહેરાત કરવાનું એલાન કરાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપર છાવણીમાં ઉપવાસ ઉપર બેઠેલા નેહુલ અમૃતિયાની ગત રાત્રીના આશરે 11 કલાકે તબીયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયાં હતાં તેમને તાત્કાલિક જેતપરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસ બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા ડોક્ટરોએ 108 એમ્બ્યુલન્સ મારફત રાતોરાત મોરબીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં કિડની અને લીવરમાં સોજો હોવાનું નિદાન થતાં ડોક્ટરે પારણા કરવાની સલાહ આપી હતી જેથી ડોક્ટરની સલાહ મુજબ રાત્રે 2 : 45 કલાકે નેહુલ અમૃતિયાએ પારણા કર્યા હતા.

ઉપવાસીઓની સતત લથડતી તબિયત અને આરોગ્યને ધ્યાને લઈને ઉપવાસ આંદોલનનો અંત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ પાર્ટ-3ની જાહેરાત કરવામાં આવશે આજે તા. 06ના રાત્રીના 9 : 30 કલાકે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતે પારણા કાર્યક્રમ યોજાશે સાથે જ પાર્ટ-3ની રજૂઆત બધા સમક્ષ જલ્દી કરવામાં આવશે તેમ આંદોલન સમિતિએ જણાવ્યું હતું.

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026