• બુધવાર, 15 જુલાઈ, 2026

ગિરનાર પર વન્યપ્રાણીઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાઇ લેવલ બેઠક યોજાઈ

જૂનાગઢ કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર તૈયાર કરાશે

મોડાસા, અમદાવાદ, તા.13 : ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકનાં મોતના ગંભીર પ્રત્યાઘાત પડયા છે, જેને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. આજે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ વ્યવસ્થાપનને લઈને એક મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર હવે ગિરનાર વિસ્તારમાં પ્રકૃતિના જતન સાથે માનવ જિંદગીની સુરક્ષા માટે કડક પગલાં ભરવા જઈ રહી છે. જેમાં ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટારિંગ કરવામાં આવશે.  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી. જેમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગહન ચર્ચા-વિચારણા કરીને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએજણાવ્યું હતું કે, તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં  દુ:ખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા કેટલાંક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026