• મંગળવાર, 14 જુલાઈ, 2026

મોરબીમાં રાજ્ય મંત્રીના ભાઈના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ, વીજ તંત્રનું ચેકિંગ જેતપર આંદોલનમાં ખેડૂતના પક્ષે અવાજ ઉઠાવનાર રાકેશ અમૃતિયાને ત્યાં ચેકિંગથી ખળભળાટ

મોરબી, તા. 12: મોરબીના જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલનમાં ખેડૂતના પક્ષે અવાજ ઉઠાવનાર,  રાજ્યના મંત્રી કાંતિભાઇ અમૃતીયાના ભાઈ  રાકેશ અમૃતીયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચાકિંગ હાથ ધરતા ખળભળાટ  મચી  ગયો છે.

  મોરબીમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલની ટીમે રાકેશભાઈ (કારુભાઈ ) અમૃતિયાના ટીંબડી પાટિયા પાસે આવેલા ડેલ્ટા સ્ટોન ક્રશર ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અધિકારીઓની ટીમે રોયલ્ટી બુક, સ્ટોક અને ખાણમાંથી કેટલું ખનન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.  કારૂભાઈ અમૃતિયા છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલનમાં સક્રિય છે અને તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે અચાનક તેમના કારખાને ચાકિંગ થતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. જો કે ખાણ ખનીજ વિભાગે આ રૂટિન ચેકીંગ હોવાનું જણાવ્યું છે.

રાકેશભાઈ (કારુભાઈ) અમૃતિયાએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ અને પીજીવીસીએલની ટીમ તેમના સ્ટોન ક્રશર કારખાને આવી હતી. તેમણે વધુમાં (જુઓ પાનું 10)

 ઉમેર્યું કે આવા કોઈ દબાણથી કે ચાકિંગથી હું ડરતો નથી, મારા કારખાને રેડ કરી મોરબી ખાણ ખનીજ વિભાગ  જાતે ઉઘાડું થયુ છે. તેની મહેરબાનીથી મોરબી જીલ્લા મા કેટલી રેતી સહીતની ખનીજ ચોરી થાઈ છે એ હવે હુ એને દેખાડીશ.

સામેવાળા દુ:ખ આપે, પણ એટલી સહનશક્તિ પણ રાખે : કારૂભાઈ

જ્યારે મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકાર અને કલેક્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ આ રેડ પાડવામાં આવી છે ? ત્યારે કારૂભાઈએ કહ્યું કે, ‘સામેવાળાને જેટલું દુ:ખ આપવું હોય એટલું આપી લે, પણ એટલી સહનશક્તિ પણ રાખે.’ આંદોલનને તોડવા માટે ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પરંતુ આ આંદોલન તૂટશે નહીં.

ખેડૂતોના પ્રશ્નો ઉકેલો નહીંતર ઉગ્ર આંદોલન

આ અંગે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ જણાવ્યું હતું કે આ રેડ કિસાન આંદોલનમાંથી ખસી જવા માટે ક2વામાં આવી છે. કિસાન આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની કાર્યવાહી આંદોલનને તોડી પાડવાનું ષડયંત્ર છે. ખેડૂતોના સાચા પ્રશ્નોને સત્વરે પૂરા કરો અને આવી દબાવવાની રાજનીતિ બંધ કરો. જો આવનારા દિવસોમાં આવા જ ખોટા પ્રયત્નો ચાલુ રહેશે તો ખેડૂતો દ્વારા એક બહુ મોટું આંદોલન ઊભું કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક