નવીદિલ્હી, તા.12: કેનેડાનાં ટોરંટોમાં સૌથી મોટા લેટિન સાલ્સા સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારની ઘટનાએ ભારે અફરાતફરી મચાવી દીધી હતી. આ હુમલામાં બે લોકોનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાને અંજામ આપનાર સંદિગ્ધોની તલાશ પણ જારી છે. ગોળીબાર પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતાં.