• સોમવાર, 13 જુલાઈ, 2026

લોર્ડસમાં સદી કરનાર યાસ્તિકા પહેલી મહિલા ક્રિકેટર ઇંગ્લેન્ડ સામેના એકમાત્ર ટેસ્ટમાં ભારત વિજયભણી

લંડન તા.12 યાસ્તિકા ભાટીયાની ઐતિહાસિક સદીની મદદથી ઈંગ્લેન્ડ વિરૂધ્ધના એકમાત્ર મહિલા ટેસ્ટમાં ભારતીય ટીમે વિજય તરફ આગેકૂચ કરી હતી. મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેનો બીજો દાવ 7 વિકેટે 341 રને ડિકલેર કર્યોં હતો. આથી ઈંગ્લેન્ડ મહિલા ટીમને 47 રનનું કઠિન વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જેનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત નિરાશાજક રહી હતી અને 23 ઓવરમાં 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

પહેલા આજે યાસ્તિકા ભાટિયાએ ઈતિહાસ રચ્યો હતો. તે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસ મેદાન પર સદી કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. યાસ્તિકા ભાટીયા તેની પહેલી ટેસ્ટ સદી ફટકારી 18 દડામાં 14 ચોક્કાથી 113 રને આઉટ થઇ હતી. સિવાય સ્મૃતિ મંધાનાએ બીજા દાવમાં પણ અર્ધસદી કરી હતી. તેણી 70 રને આઉટ થઇ હતી. ઋચા ઘોષ ઝડપી 0 રને નોટઆઉટ રહી હતી. ભારતીય મહિલા ટીમે 86.3 ઓવરમાં 7 વિકેટે 341 રને બીજો દાવ ડિકલેર કર્યોં હતો. ઇંગ્લેન્ડની સોફી એકલ્સટને વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ટીમના પ્રથમ દાવમાં 28 રનના જવાબમાં ઈંગ્લેન્ડ ટીમ 170 રને ઓલઆઉટ થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક