(ફૂલછાબ ન્યુઝ)
અમરેલી, તા.25 : અમરેલી જિલ્લામાં
એક વખત ફરી ધરતી ધ્રુજી હતી. હાલ ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે પણ આજે સવારે ખાંભા
ગીર પંથકના જીકીયાળી અને વાંકિયા ગામમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં આજે સવારે ફરી
એક વખત ભૂકંપનો આંચકો અનુભાવાયો હતો. ખાંભા ગીર વિસ્તારના જીકીયાળી અને વાંકિયા ગામ
વચ્ચે સવારે 7:41 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા સ્થાનિકોમાં ક્ષણિક ભય ફેલાયો
હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રાબિંદુ અમરેલીથી
અંદાજે 41 કિલોમીટર દૂર નોંધાયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક ધરતી ધ્રુજતા કેટલાક
લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને
નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.